અભિમાન | Proud | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar
અભિમાન - Proud અભિમાન એ અધિકાર ભોગવવાની અંતરની ઈચ્છાનો પડઘો છે. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. અભિમાન માણસનો શત્રુ છે, મિત્ર નહિ. અભિમાન માણસને ઈર્ષાળુ, હિંસક, ક્રોધી અને સ્પર્ધાત્મક બનાવે છે જે માણસને દુખ જ આપી શકે. માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકશે પરંતુ પોતાના અભિમાન ને નહિ: કારણકે સ્વ એ તારાઓ કરતા પણ દુર છે. તમારો અહંકાર બીજાને કદાચ ના ગમે, પણ તમારું તો નુકશાન જ કરે છે. જયારે જયારે કોઈ પ્રસિદ્ધિ પામે છે ત્યારે ત્યારે અહંકાર નામનું કુતરું તેમની પાછળ ફરતું જ હોય છે. અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી. અભિમાન મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખે છે. અભિમાન નરકનું દ્વાર છે. અભિમાન એ મૂર્ખતાની પીડા માં એનેસ્થેસિયાનું કામ કરે છે. ધમંડ માણસને ફુલાવી મુકે, પણ તેને કદી ટેકો ના આપે. પૂર્વગ્રહ એ અભિમાન નું જ રૂપ છે અને તે માણસને દુઃખોના દ્વાર પર લઇ જાય છે. અભિમાની માણસ નમ્રતા ધારણ કરે છે, ત્યારે પોતાનું અભિમાન સૌથી વધુ વ્યક્ત કરતા હોય છે. જયારે અહંકારનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે દરેક દુખો નો અંત આવી જાય છે અને સમજણ શક્તિની આખો ખુલી જાય છે. ...