Posts

Showing posts with the label new suvichar

ભાષા - માતૃભાષા | Bhasa-MatruBhasa | suvichar | સુવિચાર । Latest new suvichar | new suvichar

ભાષા - માતૃભાષા ભાષા કલ્પવૃક્ષ છે તેનાથી જે માંગવામાં આવે છે તે તુરંત જ મળે છે.  અલગ અલગ દેશની અલગ અલગ ભાષાઓ છે પણ માતૃભાષા સિવાય આપણી આશાઓ કોઈ પૂરી કરી શકતું નથી.  ભાષાની બે ખાણો છે : એક પુસ્તકો અને બીજું લોકોની વાણી.  વાતચીતમાં જેમ મૌન પણ બોલે છે તે જ રીતે ભાષામાં શબ્દોનો અભાવ પણ બોલે છે. માતૃભાષા સભ્ય સમાજના નિર્માણનો પાયો છે.  આપણે સંકુચિત, સંકીર્ણ ન બનીએ. વિશ્વસાહિત્ય અને વિશ્વસંસ્કૃતિની દિશાઓના બધા બારી-બારણાં મોકળાં રાખીએ પણ સાથે જે આપણી માતૃભાષા છે તેને અવગણીએ નહિ. ડુંગરા પૂજીએ પણ ઉમરાને પૂજવાનું ન વીસરીએ.  જયારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે ત્યારે જ ભાષાની ખીલવણી હશે.  ભાષાની સમૃદ્ધિ સ્વતંત્રતાનું બીજ છે.  વિદેશી ભાષા સુવર્ણમય હોય તો પણ તે ઉપયોગી થતી નથી. આપણી ભાષા તૃણવત હોય તો પણ તેને સુવર્ણમય બનાવવી જોઈએ.  જે માણસ દિવ્ય ભાષાનું જ્ઞાન ધરાવતો ન હોય તેણે તેની માતૃભાષાનો જ પ્રયોગ કરવો.  જે વિદેશી ભાષા નથી જાણતો તે પોતાની માતૃભાષા પણ નથી જાણતો.  જયારે કોઈ વ્યક્તિ પોતાની ભાષાના શબ્દો છોડીને વિદેશી ભ...

ગુરુ શિક્ષક | Guru Teacher | New Suvichar | Latest Suvichar | Gujarati Suvichar

ગુરુ - શિક્ષક ગુરુની કૃપા હોય તો શિષ્ય કોઈ પણ ગ્રંથ વાંચ્યા સિવાય પંડિત થઇ શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહસંબંધ એ શિક્ષણનું સર્વોત્તમ સાધન છે. 'ગુ' શબ્દનો અર્થ છે - 'અંધકાર' અને 'રુ' શબ્દનો અર્થ છે - 'તેનો નાશ કરનાર'. આમ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારને ગુરુ કહેવાય છે. રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ શિક્ષકનું છે. સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે. શિક્ષક મીણબત્તી સમાન છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. આપણો જન્મ આપણા માતા-પિતાને આભારી છે પણ આપણું જીવન આપણા શિક્ષકને આભારી છે. શિક્ષક તરીકે સફળ થવા માટે ભણવાની ઉત્કટતા હોવી જોઈએ. શિક્ષક જો ભ્રષ્ટ હશે તો જગત આખુંય ભ્રષ્ટ થશે. એક આચાર્ય નિશાળને રળિયામણી બનાવે, બીજો આચાર્ય શાળાને દયામણી બનાવે. પ્રધાનઆચાર્યોના હાથમાં જેટલી શક્તિ હોય છે તેટલી શક્તિ પ્રધાનમંત્રીના હાથમાં પણ નથી હોતી. શિક્ષક અનંતકાળને પ્રભાવિત કરે છે, તે ખુદ પણ જાણી શકતો નથી કે તેનો પ્રભાવ ક્યાં સુધી પ...