Posts

Showing posts with the label વિચાર

વિચાર | Idea | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વિચાર - Idea  વિચાર ભાગ્યનું બીજું નામ છે. વિચારનો ચિરાગ બુઝાઈ જવાથી આચાર અંધ થઇ જાય છે. જેની સાથે સુંદર વિચાર હોય છે, તે કદી પણ એકાંતમાં હોતો નથી. સારા વિચાર રાખવા એ આંતરિક સુંદરતાની નિશાની છે. પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ. વિચારશૂન્યતા આજના જમાનાની મુખ્ય સાર્વજનિક આપત્તિ છે. માનવ-ઈતિહાસ મુખ્યત્વે કરીને વિચારોનો ઈતિહાસ છે. માનવી પોતાના મનમાં પોતાના વિષે જેવું વિચારે છે, એવો જ બની જાય છે. જે મનુષ્યો ઓછું વિચારે છે તેઓ ઘણું બોલે છે, પણ જેઓ બરાબર વિચારે છે તેઓ ઓછું બોલે છે. કોઈ ચીજ સારી અથવા ખરાબ નથી. વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે. સદવિચારોથી કોમળ કોઈ પણ ઓશીંકુ નથી. એક સારો વિચાર અનેક ખોટા વિચારને દૂર કરી શકે છે. શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. કોઈ પણ શત્રુ નાનો હોતો નથી. જે કામ મહોબતથી થાય છે તે વેરઝેર થતું નથી. સંપીને રહેશોતો સુખી થશો. જાતજાતના કુવિચાર એ આપણાં શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુઓ છે.