Posts

Showing posts with the label અરવિંદ

મહર્ષિ અરવિંદ | Arvind | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મહર્ષિ અરવિંદ આપણે આપણા પશુરીતના વિકાસક્રમમાં અનેક પ્રદેશોને હજી જીતી શક્યા નથી. અનંત આનંદો, અનંત રત્નભંડારો, અનંત શક્તિઓ, સહજ જ્ઞાનના તેજોમય વિસ્તારો, આપણા સ્વરૂપની વિશાળ શાંત અવસ્થાઓ, આપણી રાહ જોઈ રહ્યા છે. જે લોકો સઘળા સ્વાર્થો, સઘળી સંકુચિતતાઓ છોડી દઈને નીકળી પડે છે, તે લોકો આ બધું મેળવ્યા વિના જંપતા જ નથી. વિષમતામાંથી બચવું હોય તો, બહારનું જીવન જીવવા માટેની શીખ અંદરથી મેળવીએ. પોતાની પૂર્ણતા માટે બહારની સંસ્થાઓ અગર તંત્ર પર જરાય આધાર ન રાખીએ. જીવનના ઉમદારૂપે અને આકૃતિઓના નિર્માણ માટે વૃદ્ધિ પામતી પોતાની આંતરિક પૂર્ણતાનો જ ઉપયોગ કરીએ. આ રીતે અંતર્મુખ થવાથી ઉર્ધ્વતા પામી શકીશું, સત્યનું પ્રત્યક્ષ દર્શન કરી શકીશું. ને સચ્ચાઈપૂર્વક જીવી શકીશું. ભગવાનના રાજ્યની સ્થાપના કરવી હશે તો પ્રથમ તો ભગવાનને જાણવા જોઇશે. જીવનના દિવ્ય સત્યને જોવું અને જીવવું જોઇશે. ભૂતકાળના નિષ્ફળ ગયેલા ખ્યાલો અને કાર્યોનો ભગવાનના રાજ્યની સ્થાપના માટે કઈ રીતે ઉપયોગ થઇ શકે તે વિચારવું જોઇશે. મહાન આદર્શના પ્રકાશ ભણી દોરી જતી શક્તિના સમર્થ ઉપકરણ બનવા માટે પોતાની જાતને તૈયાર કરવી જોઇશે. જુદા જુદા ધાર્મિક સંપ્ર...