પરિવર્તન | Parivartan | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar
પરિવર્તન જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે. માણસ તેનું વલણ બદલીને પોતાનું ભવિષ્ય બદલી શકે છે. પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કઈ પણ બદલવા અસમર્થ છે. પરિવર્તન સંસારનો નિયમ છે, પ્રકૃતિ ની જીવંતતા ની ઓળખાણ છે પરિવર્તન. જેઓ પ્રકૃતિના પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી તેઓ લુપ્ત થતા જાય છે. એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ. જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે. જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે ? માણસમાત્રની પ્રકૃતિ છે કે તેઓ પરિવર્તનથી ડરે છે કારણકે આપણે આપણી આજુબાજુ આપણાજ જડ-વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે અને તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા અને આથી જ સ...