Posts

Showing posts with the label કીર્તિ

કીર્તિ | Glory | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કીર્તિ -    Glory કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. કીર્તિ વીરતાપૂર્ણ કાર્યોની સુવાસ છે. પ્રતિદ્વંદી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા જ સર્વોતમ કીર્તિ છે. કીર્તિ આવે છે ત્યારે સ્મૃતિ અદ્રશ્ય બની જાય છે. કીર્તિ મેળવવા માટે ઘણા સારા કામ કરવા પડે છે, પણ અપકીર્તિ મેળવવા માટે એક જ ખરાબ કામ પુરતું છે. પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતા પણ વધારે છે. યશનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો કષ્ટદાયક છે. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે… બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો…. પેઢીઓ લાગે છે. હજારો વર્ષનો યશ એક દિવસના ચરિત્ર પર નિર્ભર છે. યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ. યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા પ્રસન્ન થાય છે. પોતાના અંતરાત્મા ના અવાજ અનુસાર ચાલવાથી કીર્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે.

કીર્તિ | નામના | યશ | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કીર્તિ - નામના - યશ બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા યોગ્ય બનવાનો પ્રયાસ કરવો એ જ સાચી પ્રતિષ્ઠાનો માર્ગ છે.  છાનું છપનું ભલું કરજો અને કીર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજો. બધા પ્રકારની કીર્તિ જોખમી છે. સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે. પ્રસિદ્ધ થવાની એક મોટી શિક્ષા એ છે કે માણસે નિરંતર ઉન્નતશીલ રહેવું પડે છે. જીવનનો એક યશપૂર્ણ કલાક કીર્તિરહિત યુગોથી વધુ ચઢિયાતો છે. જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ. જેની કીર્તિ નષ્ટ થઇ જાય છે તેનું જીવન જ નષ્ટ થઇ જાય છે. પ્રતિષ્ઠા મેળવવા વર્ષો મહેનત કરવી પડે છે જયારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે. જેઓ અનિત્ય શરીરમાં રહેતા હોવા છતાં નિત્ય યશ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરા બુદ્ધિશાળી છે. કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે. આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે. કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે. ધન અને સ્ત્રી છોડવા સહેલા છે પણ પ્રતિષ્ઠાનો મોહ છોડવો મુશ્કેલ છે. તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો તે ચાલશે પણ પ્રતિષ્ઠાને...