Posts

Showing posts with the label New Gujarati Suvichar

શત્રુ | Enemy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

શત્રુ - Enemy ઘરનું માણસ જયારે દુશ્મનાવટ કરવા બહાર પડે છે, ત્યારે તે બહારના દુશ્મન કરતા પણ વિશેષ ભયંકર બની જાય છે. જે આગ તમે તમારા દુશ્મન માટે સળગાવો છો તે તેના કરતા તમને વધુ દઝાડે છે. માનવી પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે. કોઈ પણ શત્રુ નાનો નથી હોતો. શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. આપણી ઇન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. આપણા વાસ્તવિક શત્રુ ત્રણ છે: દરિદ્રતા, રોગ અને મૂર્ખતા.  એવા વીરને ધન્ય છે જે આ ત્રણેયની વિરુદ્ધ યુધ્ધે ચડે છે. મૂર્ખ મિત્ર કરતા બુદ્ધિમાન શત્રુ સારો હોય છે. કોઈ કોઈનો મિત્ર નથી કે કોઈ કોઈનો શત્રુ નથી. શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારના કારણે જ હોય છે. આળસ જ મનુષ્યના શરીરમાં રહેનાર મોટામાં મોટો શત્રુ છે. જાતજાતના કુવિચાર  એ આપણા શાંતિ, સુખ અને વિજયના મહાન શત્રુઓ છે. શત્રુતાને કરને ઉત્પન્ન થતી આગ એક પક્ષને સંપૂર્ણપણે નષ્ટ કર્યા વિના શાંત થતી નથી. ભૂતકાળની યાદમાં અને ભવિષ્યકાળના પ્લાનમાં વર્તમાન બગડી ન જાય  તેનું  ખાસ ધ્યાન રાખજો. જે કાર્ય આગ્રહથી નથી થતું તે કાર્ય પ્રેમ અને શ...

શાંતિ । Peace | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

શાંતિ શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકૃતિ છે. શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે. શાંતિનો વિજય પણ યુધ્ધના વિજયોથી ઓછો મહત્વપૂર્ણ નથી. જ્યાં બુદ્ધિ શાસન કરે છે ત્યાં શાંતિમાં વૃદ્ધિ થાય છે. જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધા જ સદગુણ વ્યર્થ છે. જો તમારા અંતરમાં શાંતિ નહિ હોય, તો બહાર તેની શોધ કરવાથી કંઈ વળવાનું નથી. ત્યાગથી નિરંતર શાંતિ મળે છે. જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યા ગયા છે તેને સદાયે શાંતિ જ છે. જયારે હૃદય અને મન બંને શાંતિમાં હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ આરામ મળી આવે છે. મનની શાંતિનું મૂલ્ય સંપત્તિ અને સ્વાસ્થ્ય કરતા ઘણું વધારે છે. જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઇ ગઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે. મનની શાંતિ અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા નહિ પરંતુ આંતરિક પરિવર્તન દ્વારા પ્રાપ્ત કરવી જોઈએ. શાંતિનો મૂળ આધાર શક્તિ છે.   દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો. સ્થગિત થઈને જીવે તે કેલેન્ડર,  પ્રગતિશીલ થઈને જીવે તે માણસ. સત્યકાર્...

વિદુર નીતિ | Vidur Niti | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વિદુર નીતિ નારી, ધૂર્ત, આળસુ, ક્રોધી, અહંકારી, ચોર, કૃતઘ્ન, અને નાસ્તિક ઉપર કડી વિશ્વાસ કરવો જોઈએ નહિ. ક્રોધને શાંતિથી, દુષ્ટને સારા આચરણથી, કંજુસને દાનથી અને અસત્યને સત્યથી પરાજિત કરી શકાય છે. લક્ષ્મીની પ્રકૃતિ વિચિત્ર છે. તે અતિઅધિક શ્રેષ્ઠ ગુણોવાળા, દાનશીલ, વીર, દ્રઢતા અને બુદ્ધિનું અભિમાન રાખનારા પાસે નથી રોકાતી. આ સંસારમાં દૃષ્ટ બુદ્ધિવાળા હમેશા નમ્ર તથા લજ્જાશીલ લોકોને દબાવે છે, અને તેમનું અપમાન કરતા રહે છે એટલા માટે અતિ વધારે નમ્ર બનવું પણ ઉચિત નથી. એ હાની હાની નથી જે પાછળથી લાભ આપે. આ સંસારમાં નાશ એને કહેવામાં આવે છે જે ધર્મ, અર્થ અને ચરિત્ર બધાને નષ્ટ કરી દે છે. જે મનુષ્યોના ખફા થવાથી આજીવિકા મેળવવાના કાર્યમાં વિઘ્ન ઉત્પન્ન થઇ જાય તેમની પૂજા દેવતાઓ સમાન કરાવી જોઈએ. પોતાના વશમાં આવેલ શત્રુને ક્યારેય છોડવો નહિ. જયારે તમે અશક્ત હોવ તો નમ્રતાપૂર્વક શત્રુને માન આપો. અને જયારે શક્તિઓ પ્રાપ્ત કરી લો ત્યારે તેનો જડમુળથી નાશ કરી નાખો. શત્રુનું અસ્તિત્વ હમેશા ભય પ્રદાન કરે છે. નારી, રાજા, સર્પ, સ્વામી, સ્વાધ્યાય શત્રુ, ભોગ અને આયુષ્યનો વિશ્વાસ બુદ્ધિમાન મનુષ્ય કદી કરતો ...

નીરોગી । Healthy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

નીરોગી રહેવાના ના ઉપાય શુભ વિચાર, શુભ વાણી અને શુભ વર્તન એ સુખી થવાના સર્વોત્તમ ઉપાય છે. દુ:ખ દેનારને દુ:ખ અને સુખ દેનારને સુખ મળે છે. પ્રાપ્તિસ્થિતિમાં સંતોષ માનનાર સદા સુખી રહે છે. દર્દ એ આપણી ભૂલનું પરિણામ છે એમ સમજી યોગ્ય દવાઓ કરવી અને દર્દ મટ્યા પછી તેવી ભૂલો ન કરવી. સંતપુરુષો અને સજ્જનોના સંગમાં રહેવું. તે ન મળે તો સારા પુસ્તકો વાંચવા. દવા સાથે દર્દને અનુકૂળ પરહેજી - સંયમ નિયમ પાળવા, કહેવત છે કે, " સો દવા ને એક પરહેજી." શક્તિની દવા ખાનારે બ્રહ્મચર્ય પાળવું. બજારુ કચરા ન ખાવા, ખોરાક સાત્વિક અને શુદ્ધ લેવો, કબજિયાત ન થવા દેવી. ગેસ - વાયુની ફરિયાદવાળાએ ગાંઠિયા, ભજિયાં, ભૂંસું, ચેવડો, પૂરી - પકોડી, ટેસ્ટદાર બટાટા - વાલ - વટાણા જેવી વસ્તુઓ ન ખાવી. ચા, કોફી, કોકો, લેમન, વિમટો, રાસબરી વગેરે રૂપાળા રંગવાળા શરબતો, ઠંડા અને ગરમ પીણાં એકંદરે શરીરને ઘસનારા છે. આ બધાં ધીમા ઝેરથી દૂર રહેવું. દવાની સાથે ઉત્તમ આચરણ, સારી સંગત, સદાચાર, ઉત્તમ વાંચન તથા સાત્વિક આહારવિહારથી મન બુદ્ધિ સ્થિર અને શુદ્ધ થઇ શરીર વહેલું નીરોગી બને છે. શુદ્ધ હવામાં એકથી ત્રણ માઈલ નિયમિત ચ...

ચાણક્ય નીતિ | Chanakya Niti | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ચાણક્ય નીતિ પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. અ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું. પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે. અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય. હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ. આંખો માનવી માટે સૌથી કિંમતી અંગ છે. એની અંદર મગજનો નિવાસ હોય છે. એટલે એની વિશેષતા નકારી શકાય નહી. ભલા અને વિદ્વાન લોકો સાથે સંબંધ રાખો. જરૂર પડ્યે સ્ત્રીને દગો આપનાર અંતમાં કસ્ટ પામે છે. અંધાધુંધ ખર...

ધીરુભાઈ અંબાણી | Dhirubhai Ambani | | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધીરુભાઈ અંબાણી મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી. આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ, આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા...

સંકલ્પ પ્રતિજ્ઞા નિર્ણય | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સંકલ્પ - પ્રતિજ્ઞા -  નિર્ણય સંકલ્પ વિના માનવીના જીવનમાં ક્યારેય  ટેક આવતી નથી અને ટેક પેદા વિના જીવનની ઉન્નતિ થતી નથી. માણસ પ્રથમ સંકલ્પ કરે છે પછી સંકલ્પ માણસનું જીવન ઘડે છે. સારું કામ કરવા માટે ધન કરતાં પણ વધુ સરળ હૃદય અને સંકલ્પની જ જરૂર છે. મહાન સંકલ્પ જ મહાન કાર્યોનો જનક હોય છે. આ જગતમાં બધું આપણા સંકલ્પ દ્વારા જ નાનું કે મોટું બને છે. જે મનુષ્ય પોતાના નિશ્ચયમાં દ્રઢ અને અટલ હોય તે મનુષ્ય દુનિયાને પોતાની રીતે બદલી શકે છે. નિશ્ચય જ સારામાં સારી અને સાચામાં સાચી ચતુરાઈ છે. મનુષ્યમાં શક્તિની ખામી નથી હોતી સંકલ્પની ખામી હોય છે. મહાપુરુષોમાં સંકલ્પ હોય છે, સાધારણ લોકોની ઈચ્છાઓ. મોટા મોટા મહાન સંકલ્પો આવેગમાં જ જન્મ લે છે. પ્રતિજ્ઞા વિનાનું જીવન પાયા વગરના જહાજ જેવું છે જાણે કે કાગળના જહાજ જેવું ! આપણે સતત બૂરખો ઓઢીને જીવ્યા છીએ. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણે એક જ ચહેરાથી જીવીશું ને જે છીએ તે જ દેખાવાનો અભિગમ દાખવીશું. કોઈ પણ વસ્તુનો નિર્ણય કરવાને માટે ત્રણ વસ્તુની જરૂર છે - અનુભવ, જ્ઞાન અને નિર્ણયને અભિવ્યક્ત કરવાની ક્ષમતા....

પુરુષાર્થ - મહેનત | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પુરુષાર્થ - મહેનત પરિશ્રમ એ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. પરિશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભવ છે. પરિશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે. પરિશ્રમ શરીરને નીરોગી અને મનને નિર્મળ રાખે છે. પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ. પરસેવો પાડ્યા વિનાની પ્રાપ્તિ સુખ અને શાંતિની સમાપ્તિ કરે છે. જયારે શ્રદ્ધાનું જલસીંચન થાય છે, ત્યારે જ પરિશ્રમ નું વૃક્ષ સારા ફળ આપે છે. સધ્ધી તેને જઇ વારે જે પરસેવે ન્હાય. એવી કોઈ પણ મુલ્યવાન ચીજ નથી કે જે પુરુષાર્થ વગર પ્રાપ્ત કરી શકાય. પરસેવો પાડ્યા વિના મેળવેલી રોટલીને હરામ ગણવી. પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે. આળસથી કટાઈ જવા કરત મહેનતથી ધસાઇ જવું વધુ સારું છે આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુ:ખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ. સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી. કંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે. વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. જેણે વધારે પરસેવો પાડ્યો છે એન...

વ્યવહાર | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વ્યવહાર વ્યવહારમાં સુખી રહેવું હોય તો એટલા જ પગ પ્રસારવા કે જેટલી ચાદર લાંબી હોય. વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ. ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો, કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે. નાનાં છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે. બીજાના દુર્ભાગ્ય સમયે સાવધાની રાખીને વર્તન કરવું. વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન આ ચારેય અફળ અને દુ:ખદાયી છે. સારા વર્તનથી સંપત્તિ વધે છે, સારા વર્તનથી માન મળે છે, સારા વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઇ જાય છે. આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સામે યમરાજ જેવું વર્તન કરીએ છીએ. બધાને પ્રેમ કરો, થોડાક પર વિશ્વાસ કરો, અન્યાય કોઈને ન કરો. ધર્મનો સમસ્ત સાર સાંભળો અને સાંભળીને તેનું બરાબર પાલન કરો. જે વ્યવહાર પોતાને પ્રતિકૂળ સમજાય તે બીજાની સાથે પણ ન કરો. સામાન્ય મનુષ્યો સાથે કરેલા વ્યવહાર પરથી મહાપુરુષો એમની મહત્તાનો પરિચય આપે છે. જેવી રીતે ખરાબ વ્યવહાર ચેપી હ...

કીર્તિ | નામના | યશ | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કીર્તિ - નામના - યશ બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા યોગ્ય બનવાનો પ્રયાસ કરવો એ જ સાચી પ્રતિષ્ઠાનો માર્ગ છે.  છાનું છપનું ભલું કરજો અને કીર્તિનું રૂપ ધારણ કરે ત્યારે સંકોચ પામજો. બધા પ્રકારની કીર્તિ જોખમી છે. સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે. પ્રસિદ્ધ થવાની એક મોટી શિક્ષા એ છે કે માણસે નિરંતર ઉન્નતશીલ રહેવું પડે છે. જીવનનો એક યશપૂર્ણ કલાક કીર્તિરહિત યુગોથી વધુ ચઢિયાતો છે. જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ. જેની કીર્તિ નષ્ટ થઇ જાય છે તેનું જીવન જ નષ્ટ થઇ જાય છે. પ્રતિષ્ઠા મેળવવા વર્ષો મહેનત કરવી પડે છે જયારે કલંક એક ક્ષણમાં જ લાગી જાય છે. જેઓ અનિત્ય શરીરમાં રહેતા હોવા છતાં નિત્ય યશ પ્રાપ્ત કરે છે તેઓ જ ખરા બુદ્ધિશાળી છે. કીર્તિનો નશો પાયમાલ કરી નાખે તેવો હોય છે. આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ કીર્તિ પ્રાપ્ત થાય છે. કીર્તિ એ મહાનતાની પડતીની શરૂઆત છે. ધન અને સ્ત્રી છોડવા સહેલા છે પણ પ્રતિષ્ઠાનો મોહ છોડવો મુશ્કેલ છે. તમે પ્રતિષ્ઠાને લાયક બનો અને તમને પ્રતિષ્ઠા ન મળે તો તે ચાલશે પણ પ્રતિષ્ઠાને...

સમય | Time | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સમય ન   તો   ભૂતકાળની   પાછળ   દોડો   કે   ન   તો   ભવિષ્યની   ચિંતા   કરો   કેમ   કે   ભૂતકાળ   છે   તે   નષ્ટ   થઇ   ગયો   છે   અને   ભવિષ્ય   હજુ   આવ્યું   જ   નથી . જે   વર્તમાનની   ઉપેક્ષા   કરે   છે   તે   બધું   જ   ખોઈ   દે   છે . વીતી   ગયેલી   ગઈ   કાલ   એ   કેન્સલ   થયેલા   ચેક   જેવી   છે .  એમાંથી   કંઈ   મળવાનું   નથી .  આવતીકાલ   એ   પ્રોમિસરી   નોટ   છે ,  એ   આવશે   ત્યારે   આવશે . ખરેખર   તો   ભવિષ્ય   હોતું   જ   નથી .  આપણે   નિર્માણ   કરવાનું   છે . કર્તવ્ય   અને   વર્તમાન   આપણું   છે .  ફળ   અને   ભવિષ્ય   ઈશ્વરને   હાથ   છે . આજ   નિશ્ચિત   છ...

સાહસ | પરાક્રમ | Brave | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સાહસ - પરાક્રમ થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં ખોવાઈ જાય છે. માનવીના બધાજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે. કમજોરીનો ઈલાજ તેની ચિંતા કરવામાં નથી પણ શક્તિનો વિચાર કરવામાં છે. જેમ ધુમાડો વાયુને વશ થઇ તેને અનુસરે છે તેમ ધર્મ વીરતાને અનુસરે છે. કાયર મનુષ્ય મૃત્યુ પહેલા અનેક વાર મૃત્યુ પામે છે, જયારે વીર પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે. દરેક મુશ્કેલી થી લડતા શીખ, આસું ઓન પીઇ ને હસતા શીખ, રાખ ઉમંગ મંઝિલ ને પામવાની, આ દુનિયા તકલીફ નો સાગર છે, તેમા ડુબીને બહાર નીકળતા શીખ. સંકટના સમયે હિમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે. સંકટોથી બચવા નહિ પરંતુ સંકટનો બહાદુરી પૂર્વક સામનો કરી શકીએ તે માટે પ્રાર્થના કરવી જોઈએ. હિમત એટલે શું ? તેનો અર્થ જ એ છે કે પરિણામની પરવા કાર્ય વગર તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. જે બીજા પર વિજય પામે છે તે હિમતવાન છે પણ જે પોતાની પર વિજય પામે છે તે જ સાચો વીર છે. પોતાની જાતને વધુ ને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કાર્ય કરવો તે જ વીરતા છે. તે જ સાચું  પરાક્રમ છે. મારવામાં તો પશુતા છે પણ જે સ્વયં મૃત્ય...

લગ્ન જીવન | પતિ-પત્ની | Marriage | Husband Wife |Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

લગ્ન જીવન - પતિ-પત્ની આદર્શ પતિ/પત્ની બનવા કરતા પસંદગીયુકત પ્રેમી જેવું સહજીવન લગ્નજીવનમાં સતત સુવાસ લાવે છે. જેવા વર્તનની અપેક્ષા તમે તમારી સાથી પાસેથી રાખો છો, તેવું વર્તન તમે પણ તેની સાથે કરો. ભૌતિક અંતર ભલે હોય, માનસિક અંતર ના વધે તે જોવું. કિલોમીટર હોય, મનોમીટર નથી. લગ્ન કરનાર બે વ્યક્તિઓ ક્યારેય ૧૦૦% સામ્યતા ન ધરાવતા હોય, બંને વચ્ચેના તફાવતોજ અલગ વ્યક્તિત્વની સુગંધ પ્રસરાવે છે. લગ્ન એ બે અલગ-અલગ વ્યક્તિઓના સહ-અસ્તિત્વનો એકધારો પ્રયાસ છે. સમય અને ઉમર બદલાતા પ્રેમનું સ્વરૂપ અને અભિવ્યક્તિની રીત બદલાઈ શકે છે. ક્યારેક આપણે વૈચારિક હવાબારી ખોલવાની જરૂર હોય છે.જેથી પોતાના જ વિચારો થી ગુંગળામણ ના થાય. માં-બાપનું જીવન એ બાળકે જોયેલું સૌપ્રથમ લગ્ન-જીવન છે. અને તેની છાપ પોતે પેરેન્ટ્સ બન્યા પછી પણ ચાલુ રહેતી હોય છે. પ્રેમ ફક્ત અનુભવી શકાય, પરંતુ તે અનુભવને પણ જતાવવાની જરૂર હોય છે. પરસ્પર વિશ્વાસને પણ શ્વાસ લેવાની જરૂર હોય છે. લગ્નગ્રંથી થી બંધાવું એટલે સહજીવન જીવવું, પણ તેનો અર્થ એ નથી કે સ્વજીવનને રૂંધી નાખવું. જેની સાથે પ્રેમ થયો હોય, તેની જ સાથે લગ્નજીવન સફળ થાય...

અવસર તક | Opportunity | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

અવસર તક નિરાશાવાદી માણસ દરેક તકમાં મુશ્કેલીઓ શોધે છે જયારે આશાવાદી માણસ દરેક મુશ્કેલીમાં તકો શોધે છે. બુદ્ધિશાળી વ્યક્તિને જેટલી તકો મળે છે તેથી વિશેષ તકો એ ઉભી કરે છે. કોઈ મહાન માણસે ક્યારેય 'તક મળતી નથી' એવી ફરિયાદ કરી નથી. ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે. સૌથી મોટું નુકશાન શું છે? અવસર ચુકી જવો તે. ઘણા માણસો તકને ઝડપી તો લે છે પણ પછી તુરંત જ તેને જતી કરે છે. જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે. અવસર વગર બોલવું વ્યર્થ છે. તક ભાગ્યે જ બીજી વાર મળે છે. તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતા તે જતી રહે ત્યારે મોટી લાગે છે . જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે. બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે. એક મોટી તક આવી પહોચે તેની રાહ જોવાને બદલે નાની નાની તકોને ઝડપી લઈએ તો આપણે મંઝીલ સુધી પહોચી શકીએ છીએ. આ જગતમાં યોગ્યતા કરતા ઘણી વધુ તકો છે. તક ગુમાવવી એટલે સફળતા ગુમાવવી. અવસર ચુકી જનારને પછ્તાવું પડે છે. સફરતા ન...

Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સુવિચારો બહારના દેખાવ કરતા હૃદયની શુદ્ધ ભાવના વધારે અસર કરે છે. કારણકે હંમેશા પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા મદદ માટે લંબાયેલ હાથ વધારે સારા લાગે છે. આવનાર પહેલી તક કે અવસર ને છોડો નહિ, કારણકે બીજી વખત આવનાર તક હમેશા પહેલા કરતા મુશ્કેલ અને શરતોને આધીન હશે. સુંદર વસ્તુ હંમેશા સારી નથી હોતી, પરંતુ સારી દરેક વસ્તુ સુંદર હોય છે ! આપણે હંમેશા અનુભવીએ છીએ કે જયારે આપણે યાદ કરીએ ત્યારે ભગવાન સમયસર આવતા નથી, પરંતુ સત્ય એ છે કે, ભગવાન હંમેશા સમયસર જ હોય છે, પરંતુ  આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ. જો મૌન જ દરેક પરિસ્થિતિમાં ઉતમ ગણાતું હોય તો આપણને દુ:ખ કેમ થાય છે જયારે કોઈ આપણી સાથે વાત નથી કરતા ?? જીવનમાં આપણો મોટો ભ્રમ હોય તો એ છે કે  - "આપણે એવું માનીએ છીએ કે આવતી કાલે આજ કરતા વધારે સમય હશે ! " આપણે આવતીકાલ ને સારી બનાવવા માટે કામ કરીએ છીએ,  પરંતુ જયારે આવતીકાલ આવે છે, આપણે તેને માણવાને બદલે, આવતીકાલને વધારે સારી બનાવવા માટે વિચારવા માંડીએ છીએ. આપણે જયારે નાના હતા ત્યારે ઓછું હસતા હતા, પરંતુ આપણા અંતરમાં અપાર ખુશી હતી, હવે આપણે મોટા થઇ ગયા, ત્યારે આપણે અંતરના અપાર...

Happy - Sad | હર્ષ – શોક | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

હર્ષ – શોક હાસ્ય વ્યક્તિને નીરોગી બનાવે છે તેમજ તેને દીર્ઘાયુષ્ય બક્ષે છે. એ વાત સાચી કે દવામાં કોઈ મજાક નથી પણ મજાકમાં કે હસવામાં ઘણી મોટી દવા છે. જયારે પિતા પુત્રને કઈ આપે છે ત્યારે બંને ખુશ થાય છે, પરંતુ જયારે પુત્ર પિતાને કઈ આપે છે ત્યારે બંનેના આંખમાંથી આંસુ સરી પડે છે (ખુશીના આંસુ). વનસ્પતિ સૃષ્ટિ માટે જેટલો સૂર્યપ્રકાશ જરૂરી છે તેટલું જ હાસ્ય આપણા શરીરના સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. હાસ્ય વિનાનું ગાંભીર્ય અને ગાંભીર્ય વિનાનું હાસ્ય અર્થશૂન્ય છે.  આ ક્ષણ માટે ખુશ થાઓ કારણકે આ ક્ષણ જ જીવન છે. હાસ્ય એ જીવનનો રસ છે. એવું જ હસવું કે જેની પર કોઈ હશે નહિ.  આપણા આંસુને કોઈ સમજીના શકે, અને જે સમજે તે કદી રડવા નહિ દે. પોતાની જાત સાથે જે હસી શકે છે તેની સામે કે તેની પાછળ બીજા કોઈ હસતાં નથી.  જેમ સમુદ્રમાં આવેલી ભરતી કે ઓટને રોકી નથી શકાતા તે જ રીતે હૈયામાં આવેલા હર્ષ કે શોકને રોકી નથી શકાતા. જો તમે હસશો તો આખું જગત તમારી સાથે હસશે પણ જો તમે રડશો તો તમારે એકલાએ જ આંસુ સારવા પડશે. જનારા પાછળ આંસુના ટીપાં પાડનારા હજી મળે છે પણ જીવતા પાછળ હાસ્ય રેલાવનારા ક...

પરિવર્તન | Parivartan | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પરિવર્તન જેવું પરિવર્તન આપણે સમાજમાં ઇચ્છીએ છીએ તેવું પહેલા આપણે બનવું પડશે. માણસ તેનું વલણ બદલીને પોતાનું ભવિષ્ય બદલી શકે છે. પરિવર્તન વિના પ્રગતિ અશક્ય છે અને જે લોકો તેમના વિચારો બદલી નથી શકતા તેઓ કઈ પણ બદલવા અસમર્થ છે. પરિવર્તન સંસારનો નિયમ છે, પ્રકૃતિ ની જીવંતતા ની ઓળખાણ છે પરિવર્તન. જેઓ પ્રકૃતિના પરિવર્તન સાથે તાલ મિલાવી શકતા નથી તેઓ લુપ્ત થતા જાય છે. એક ના એક સુખથી પણ માણસ કંટાળી જાય છે. પરિવર્તન વિનાનું જીવન મૃત્યુ સમાન છે. પરિવર્તન એટલે જ જીવન અને જેમાં પરિવર્તન શક્ય નથી એ જ મૃત્યુ. જેઓ આવનાર પરીવર્તને ને પહેલેથી જ ઓળખી શકે છે અને તે પ્રમાણે તૈયારીઓ કરે છે તેમને ભાગ્ય અનેક તકો આપે છે. જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે ? માણસમાત્રની પ્રકૃતિ છે કે તેઓ પરિવર્તનથી ડરે છે કારણકે આપણે આપણી આજુબાજુ આપણાજ જડ-વલણ, રૂઢી અને પરંપરાની દિવાલનું પાંજરું બનાવી દીધું હોય છે અને તેમાં આપણે આપણી જાતને સલામત માનતા હોઈએ છીએ. આપણે આ પાંજરાની બહાર શું થાય છે તેની પણ પરવા નથી કરતા અને આથી જ સ...

Success - Failure | સફળતા - નિષ્ફળતા | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સફળતા - નિષ્ફ્ળતા જ્યાં નીતિ અને બળ બંને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. તમે તળિયે પછડાયા છો ત્યારે કેટલે ઊંચે ઊઠો છો એ તમારી સફળતાની પારાશીશી છે. તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે. જો તમે જીવનમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો સંરક્ષક બનાવી લો. ઉત્સાહ, સામર્થ્ય અને મનમાં હિંમત આ સફળતા મેળવવાના આવશ્યક ગુણો છે. સિદ્ધિ હેઠળ અનેક ભૂલો ઢંકાયેલ હોય છે. પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે. જ્યાં અલ્પ મુશ્કેલી ત્યાં અલ્પ સિદ્ધિ. ધનના અભાવ કરતા પણ શક્તિના અભાવથી જ મોટે ભાગે અસફળતા મળે છે. ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે. નિષ્ફળતાની ઈમારત બહાનાના પાયા પર રચાતી હોય છે. નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. નિષ્ફળતા જ સિદ્ધિ મેળવવાના પગથિયા સમાન બની રહે છે. સફળ થનારાના દુ:ખ કોઈ જાણતું નથી. પરાજય ક્ષણિક છે. એને સનાતન બનાવે છે હતાશા. દુનિયા માને છે કે તમ...