Posts

બુદ્ધિ | Talent | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

બુદ્ધિ - Talent તૈયારી વગર કામનો પ્રારંભ ન કરવો અને જો કામ શરુ જ કર્યું હોય તો તેને પૂર્ણ કરીને છોડવું એ બુદ્ધિનું પહેલું લક્ષણ છે. જેની પાસે  બુદ્ધિ છે, તેની પાસે બધું જ છે; પરંતુ મૂર્ખની પાસે બધું જ હોવા છતાં કશું જ નથી. જેનામાં બુદ્ધિ નથી તે શીંગડા વિનાના પશુ જેવો છે. તકલીફ ઉઠાવવાની અખૂટ તાકાત એ જ બુદ્ધિમત્તા છે. થોડું વાંચવું ને વધુ વિચારવું,થોડું બોલવું ને વધુ સંભાળવું એ જ બુદ્ધિમાન બનવાનો  ઉપાય છે. જે પોતાના જ્ઞાનને આચરણમાં મુકે છે તે જ  બુદ્ધિમાન છે. શરીર પાણીથી, મન સત્યથી, આત્મા ધર્મથી, અને બુદ્ધિ જ્ઞાનથી પવિત્ર બને છે. માનવીની બૌધિક શક્તિ માત્ર ગ્રહણ કરવા પુરતી માર્યાદિત નથી, તે ચૈત્ન્યાત્મક અને સર્જનાત્મક પણ છે. પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પડી શકે, જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે. જે બીજાને જાણે છે તે શિક્ષિત છે, પણ પોતાને ઓળખે છે તે બુદ્ધિમાન છે. જો બુદ્ધિ રૂપી હોડી મનરૂપી પવનને વશ થાય, તો તે તારી શકે નહિ, પણ ડુબાડી દે. જે ઘરમાં દિકરી અને વઉ નો ખીલખીલાટ હસવાનો અવાજ આવતો હોયને એ ઘરમાં ક્યારેય વાસ્તુદ...

ભય | Fear | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ભય - Fear ભય જ વિનાશ અને પાપનું નિશ્ચિત કારણ છે. ભય આપણને માનવ પ્રકૃતિનો અનુભવ કરાવે છે. ભય કાયમ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. માણસ જેનાથી ડરે છે તેને પ્યાર કરી શકતો નથી. જે તમારી હાજરીમાં તમારાથી ડરે છે, તે તમારી ગેરહાજરીમાં તમને ધિક્કારે છે. જેને હારવાનો ડર છે તેની હાર નિશ્ચિત છે. આ સંસારમાં એક ઈશ્વરનો ભય બીજા બધા ભયોમાંથી મુક્ત કરે છે. ભય એક કર છે જે અંત:કરણ અપરાધને આપે છે. બહાદુર માણસને મોત જેટલું કારમું લાગે, તેના કરતા કાયર માણસને ભય વધુ કારમો લાગે છે. ચિંતા અને ભયથી મુક્ત રહીને જીવન જીવી જવામાં ભારે ખૂબી રહેલી છે. માણસ ગમે તેટલી mountain Dew પી લે પણ જયારે...ખરેખર ડર લાગે છે ત્યારે તેને હનુમાન ચાલીસા જ યાદ આવે છે. જયાં ઇચ્છાશકિતનું કદ મોટું હોય છે, ત્યાં પડકારો આપોઆપ નાના થઇ જાય છે. .  સામે ઊભેલો પહાડ નહી... જુતામા રહેલો કાંકરો ચઢાઇમા થકવી નાંખે છે...

ભલાઈ-પરોપકાર | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ભલાઈ-પરોપકાર ભલાઈ જેટલી વધુ કરવામાં આવે છે તેટલી વધુ મળે છે. ભલાઈ કરવી માનવનું અતિ ઉત્તમ કર્તવ્ય છે. ફક્ત ભલાઈ રહી જાય છે,બાકી બધું નાશ પામે છે. ભલાઈનો બદલો ભલાઈથી આપવો તે માનવતા છે. જે બીજાનું ભલું કરે છે તેનું ભલું ખુદ ઈશ્વર કરે છે. જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે, કારણ કે ભલાઈ કર્મમાં હોઈ છે,પરિણામમાં નહિ. જેવી રીતે નાના દીપકનો પ્રકાશ દુર સુધી પ્રસરે છે તેવી રીતે જ બૂરી દુનિયામાં ભલાઈ દૂર સુધી ચમકે છે. પરોપકાર કરનારા સંત પુરુષો બદલાની આશા રાખતા નથી. જે સજ્જનોના હૃદયમાં પરોપકાર કરવાનો ઉત્સાહ નિરંતર જાગ્રત રહે છે, તેમની વિપત્તિનો નાશ થાય છે અને પગલે પગલે સંપત્તિ પ્રાપ્ત થાય છે. માફી આપવી એ ઘણું સારું છે પણ ભૂલી જવું એ તો એના કરતાય વધુ સારું છે. એ સફળતાની "નિસરણી" શું કામની મિત્રો કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ "માણસાઈ" નીચે ઊતરી જાય ?

મન | Desire | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મન - Desire જયારે મન પ્રસન્ન થી જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઇ જાય છે. જેને મનને જીતી લીધું છે, તેને ટાઢ-તડકો, સુખ-દુ:ખ, અને માન-અપમાન બધું સરખું છે. મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ; માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ. પ્રત્યેક વ્યક્તિના ચિત્તની સ્વસ્થતાનો આધાર તેના પોતાના મનની વૃત્તિ ઉપર જ રહે છે. જેને મનને જીત્યું છે, તેને જગતને પણ જીત્યું છે. અભ્યાસ અને વૈરાગ્યથી મન સહેલાઈથી વશમાં આવે છે. જ્યાં સુધી મન જીત્યું ન હોય ત્યાં સુધી રાગ-દ્વેષ શાંત થતા નથી અને માણસ ઇન્દ્રિયોનો ગુલામ બની રહે છે. મનનો બધો મેલ ધોવાઇ જાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે. મનને મજબુત બનાવવાની એટલી જ જરૂર છે, જેટલી શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે. મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. મનના ભાવથી જ પાપ માનવામાં આવે છે, વચન કે કર્મથી નહિ. મનની બદલાયેલી પ્રવૃત્તિ માનવીનું ચારિત્ર્ય, ટેવો અને જીવનને બદલી નાખે છે. સંસાર "જરૂરત" ના નિયમ પર ચાલે છે,  શિયાળામાં માનવી જેના દર્શન માટે તડપતો હોય છે, તે જ સુરજ તેને ઉનાળામાં આકરો લાગે છે. જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને, ...

મનુષ્ય । Human | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મનુષ્ય - Human મનુષ્ય દુર્બલ્તાઓની પ્રતિમા છે, જેમાં દેવત્વ અને  દાનવત્વ બંનેનો સમાવેશ થાય છે. ફક્ત  મનુષ્ય જ એવો જીવ છે જે હાસ્યની શક્તિથી સંપન્ન છે. માનવી પંખીની જેમ હવામાં ઉડતા અને માછલીની જેમ તરતા શીખ્યો છે, હવે તેણે “માણસ” ની જેમ પૃથ્વી પર જીવતા શીખવાનું છે. ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને જેના ઉપર કોઈ સવાર થઇ શકતું નથી. માનવીનું આંતરિક સત્વ એકમાત્ર અનંત તત્વની સર્જનાત્મક અને આધ્યાત્મિક શક્તિનો અંશ છે. સારા માણસો વિનોદમાં જે બોલે છે તે પણ શિલાલેખ પર લખેલા અક્ષર સમાન છે. માનવી નાનો છે પણ માનવતા મોટી છે. વિવેકબુદ્ધિ અને સ્પષ્ટ વાણી એ બે બાબતોમાં માણસ પશુ કરતા ચઢિયાતો છે. -ધૃણાસ્પદ કે  નિકૃષ્ટ કર્મોથી મનુષ્યનુ પતન થાય છે. મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તેના  કર્મનું જ ફળ છે. રૂપ કે કુળ ગૌરવનું કારણ બનતા નથી. માણસના કર્મ જ તેની શોભા વધારે છે. મનુષ્યની ઉન્નતિ અને અવનતિના મૂળમાં તેના કર્મની જ પ્રધાનતા છે. મનુષ્યની ઓળખ કર્મોથી થાય છે. શ્રેષ્ઠ કર્મોથી તે શ્રેષ્ઠ બને છે. અથાક પરિશ્રમ થી મળેલી અઢળક આવક, લાંબો સમય નથી ટ...

માં । Mother | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

માં - Mother બાળકના અંત:કરણમાં ને અધર પર રમતા પ્રભુનું બીજું નામ 'માં' છે. પોતે સર્જેલી સૃષ્ટિમાં દરેક ઠેકાણે પહોંચી વળવાનું ઈશ્વર માટે અશક્ય થયું  એટલે તેણે 'માં' નું સર્જન કર્યું. માની મમતાનું એક બિંદુ અમૃતના સમુદ્ર કરતા વધારે મીઠું હોય છે. માતાનું હૃદય બાળકની પાઠશાળા છે. માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે. માતા મનુષ્ય જીવનનું ગંગાજળ છે. એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે. માતાના હાથનો સ્પર્શ તપસ્યા માટે જલધારા સમાન હોય છે. માતાનો પ્રેમ માણસને માટે ખરેખર જીવનનો મોટામાં મોટો આશીર્વાદ છે. સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે. માતૃપ્રેમ ભાઈ-બહેનોને એક કરવા માટેની શક્તિ છે. માતા પૃથ્વી પણ મહાન છે. પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. માતૃત્વમાં જ નારીત્વની પૂર્ણતા છે. માનવીના તનમનને સૌથી વિશેષ પોષણ અને પ્રેરણા આપનાર જો કોઈ હોય તો તે માતા છે. મન વાત્સલ્યમાં જગતભરનું રસાયણ ભરેલું છે અને તેની રસાયણિક પ્રક્રિયાથી માનવમાંત્રનું કલ્યાણ છે.  અસત્ય ઉચ્ચારનારને  કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી. જે  માણસ  જુઠું ...

મિત્ર | Friend | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

મિત્ર - Friend મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુ:ખનો ભાગાકાર છે. મૈત્રી હંમેશાં સરખા સ્વભાવ અને સરખા સુદુ:ખ વાળાઓની સાથે જ થાય છે. સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે. માનવીનો સાચો મિત્ર તેની દશ આંગળીઓ છે. મિત્રના મૃત્યુ કરતા મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે. જીવનમાં મિત્રતાથી અધિક પ્રસન્નતા બીજી કોઈ નથી. મિત્રતાનો સર છે પૂર્ણ ઉદારતા અને વિશ્વાસ. મિત્ર ઢાલ જેવો હોવો જોઈએ એટલે સુખમાં પાછળ અને દુ:ખમાં આગળ રહે. મિત્રતા ધીરજથી કરો પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો. મિત્રતા એવો છોડ છે જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે. સફળતા, ઉપયોગીતા અને સુખનો આધાર ઘણે અંશે  મિત્રોની સંખ્યા અને પ્રકાર ઉપર રહેલો છે. મિત્ર અને મંત્ર પર કદી અવિશ્વાસ ન રાખશો.  બે શરીર અને એક મન મળીને મૈત્રી સર્જાય છે. તમારા મિત્રની ભૂલો તેને એકાંતમાં બતાવો પણ તેના વખાણ તો જાહેરમાં જ કરજો. મૈત્રી એ તો ઈશ્વરે માનવીને દીધેલી શ્રેષ્ઠતમ બક્ષીસ છે. મેઘની સમાન જળ નહીં, આત્મબળ સમાન કોઈ બળ નહીં,નેત્રની સમાન કોઈ તેજ નહીં અને અન્નની સમાન ...