Posts

Showing posts from June, 2018

કર્મ | Activity | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કર્મ - Activity એવું એકજ સ્થળ છે જ્યાં કર્મ પહેલા સફળતા આવે છે. અને એ છે ડીક્ષનેરી. ઈશ્વર તરફ આગળ વધવું તે કે શુભ કાર્ય છે. ભાગ્યનું બીજું નામ કર્મ છે કર્મોનુસાર ફળ ભોગવાનો સિધ્ધાંત અફળ છે કર્મ તો કામધેનું છે, એને દોહતા આવડે તો આનંદરૂપી દૂધ મળે છે. કર્મ સફળતાની ગેરેંટી નથી પરંતુ તેની તકો ઘણી વધારી આપે છે. કર્મોનો ધ્વની શબ્દોથી ઉંચો હોય છે. સ્વપ્નાને સાકાર કરવામાં કોઈ જાદુ કામમાં નથી લાગતું, ત્યાં કર્મ જ કરવા પડે છે. કર્મ એ જીવન માટે આવશ્યક છે. હાલ તુરત જે નાના કામ તારી સામે આવ્યા હોય તે કરવા માંડ, પછી મોટા કામ તને શોધતા આવશે. જેવુ કર્મ તેવુ ફળ ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ, ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ. કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેના હદયમાં છે તેના કર્મ માં સુગંધ હોય છે. શિક્ષણનો સર્વોચ્ચ ઉદ્દેશ જ્ઞાન નહીં પણ કર્મ છે. કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. ધૃણાસ્પદ કે  નિકૃષ્ટ કર્મોથી મનુષ્યનુ પતન થાય છે. મનુષ્ય જે કાંઈ પણ મેળવે છે, તે તે...

કીર્તિ | Glory | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કીર્તિ -    Glory કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. કીર્તિ વીરતાપૂર્ણ કાર્યોની સુવાસ છે. પ્રતિદ્વંદી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા જ સર્વોતમ કીર્તિ છે. કીર્તિ આવે છે ત્યારે સ્મૃતિ અદ્રશ્ય બની જાય છે. કીર્તિ મેળવવા માટે ઘણા સારા કામ કરવા પડે છે, પણ અપકીર્તિ મેળવવા માટે એક જ ખરાબ કામ પુરતું છે. પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતા પણ વધારે છે. યશનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો કષ્ટદાયક છે. સંપત્તિ પ્રયત્ન વગર અને રાતોરાત આવી શકે… બાકી સંસ્કાર અને સમજણને આવતાં તો…. પેઢીઓ લાગે છે. હજારો વર્ષનો યશ એક દિવસના ચરિત્ર પર નિર્ભર છે. યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ. યશ મિત્રનું કામ કરે છે અને તેને પ્રાપ્ત કરીને બધા પ્રસન્ન થાય છે. પોતાના અંતરાત્મા ના અવાજ અનુસાર ચાલવાથી કીર્તિ સહજ રીતે પ્રાપ્ત થાય છે.

ક્રોધ | Angry | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ક્રોધ - Angry ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે. Anger (ક્રોધ) એ Danger (ભયાનક) થી એક જ શબ્દ પાછળ છે. જ્યાં ક્રોધ હોય છે ત્યાં હમેશા દુખ હોય છે. ક્રોધ એ એક લાગણી જ છે, જ્યાં શુધી એ તમારા કાબુ માં છે, પછી એ તમને ના ગમતા કર્યો કરાવે છે. ગુસ્સામાં ઉડતા લોકો હમેશા ખરાબ રીતે પછડાતા હોય છે. કામ ને ક્રોધના તોફાની પ્રવાહમાં વહેવાને બદલે જે એનો સંયમ કરે છે અને એનું તટસ્થ રીતે નિરીક્ષણ કરે છે, તે જ સુખી થઈ શકે છે. ક્રોધિત માણસનું મો ખુલ્લું અને આખો બંધ થઇ જાય છે. ક્રોધ મુર્ખતામાં શરુ થાય છે, અને પશ્ચાતાપ માં પરિણમે છે. ક્રોધ એ ઓછા સમયનું ગાંડપણ છે. જયારે જયારે તમે ગુસ્સે થાવ છો ત્યારે ત્યારે તમે તમારા શરીરને ઝેર આપો છો. ક્રોધ કરવો એ અન્યના અપરાધોનો બદલો આપણી જાત ઉપર લેવા બરાબર છે. ક્રોધ એ એવો પવન છે જે તમારા બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે. ક્રોધ પર એકવાર નિયંત્રણ કરતા શીખી લો, પછી જીવન કેટલું સરળ અને શાંતિદાયક બની જશે તેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! ક્રોધ માણસને અંદરથી સળગાવી દે છે. જો તમે ક્રોધની એક ક્ષણ શાંત રહો તો કેટલાયે વર્ષો સુધીના ...

અભિમાન | Proud | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

અભિમાન - Proud અભિમાન એ અધિકાર ભોગવવાની અંતરની ઈચ્છાનો પડઘો છે. બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. અભિમાન માણસનો શત્રુ છે, મિત્ર નહિ. અભિમાન માણસને ઈર્ષાળુ, હિંસક, ક્રોધી અને સ્પર્ધાત્મક બનાવે છે જે માણસને દુખ જ આપી શકે. માણસ કદાચ બ્રહ્માંડને સમજી શકશે પરંતુ પોતાના અભિમાન ને નહિ: કારણકે સ્વ એ તારાઓ કરતા પણ દુર છે. તમારો અહંકાર બીજાને કદાચ ના ગમે, પણ તમારું તો નુકશાન જ કરે છે. જયારે જયારે કોઈ પ્રસિદ્ધિ પામે છે ત્યારે ત્યારે અહંકાર નામનું કુતરું તેમની પાછળ ફરતું જ હોય છે. અભિમાની માણસથી બીજાનું અભિમાન સહન થઇ શકતું નથી. અભિમાન મિત્રતાને દુશ્મનીમાં ફેરવી નાખે છે. અભિમાન નરકનું દ્વાર છે. અભિમાન એ મૂર્ખતાની પીડા માં એનેસ્થેસિયાનું કામ કરે છે. ધમંડ માણસને ફુલાવી મુકે, પણ તેને કદી ટેકો ના આપે. પૂર્વગ્રહ એ અભિમાન નું જ રૂપ છે અને તે માણસને દુઃખોના દ્વાર પર લઇ જાય છે. અભિમાની માણસ નમ્રતા ધારણ કરે છે, ત્યારે પોતાનું અભિમાન સૌથી વધુ વ્યક્ત કરતા હોય છે. જયારે અહંકારનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે દરેક દુખો નો અંત આવી જાય છે અને સમજણ શક્તિની આખો ખુલી જાય છે. ...

ચિંતા | Anxiety | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ચિંતા - Anxiety જો આવનાર પરિસ્થિતિને તમે કંટ્રોલ કરી શકતા હો તો ચિંતા કરવાનું કઈ કારણ નથી અને જો તમે તેમ ના કરી શકતા હો તો ચિંતા કરવાથી થી કોઈ ફાયદો નથી. કાલે જે કરી શકતા હો તે સારી રીતે કરી શકો તે માટે ની ઈચ્છા પ્રભુને અર્પણ કરી અને તેમ કરવાની શક્તિ વિષે પ્રાર્થના કરી આજને જીવી લો. ચિંતા કરવી જ હોય તો ક્રિયા વિષે નહિ પણ નિષ્ક્રિયતા વિષે કરો. ચિંતા સમાન બીજું કોઈ શરીરને શોષનારું નથી. એક વખત તમારા અંતરમાં જુઓ અને ત્યાં કશું ખોટું ના અનુભવો તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. ચિંતા મધમાખી જેવી છે. તેને જેટલી હટાવો તેટલી જ તે વધારે ચોટે છે. ચિંતા એ આવતી કાલ ના દુખોને નહિ પરંતુ આજની શક્તિને ખાલી કરે છે. ચિંતા થી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતાને ખોટ કરતો ધંધો જ આપ્યો હોય તો હવે સમય આવી ગયો છે કોઈ બીજું કામ શોધી લેવાનો. ચિંતા એ સમસ્યાની કીમતનું વ્યાજ છે. ચિંતાએ આજ શુધી કોઈ પણ કાર્યને પૂર્ણ કર્યું નથી. જેટલી વધારે પ્રાર્થના કરવામાં આવે તેટલી ચિંતા ઓછી થશે. ચિંતા આખી રાતનો ઉજાગરો કરાવે છે ત્યારે શ્રદ્ધા ઊંધની ચાદર આપે છે. એક મરણપથારી એ પડેલા માણસે કહ્યું: તે...

ગરીબ | Poor | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ગરીબ - Poor અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે સૌથી વધુ ગરીબ છે. ગરીબી ખાનદાની દબાવી શકતી નથી. ગરીબી પ્રગટ કરવી એ ગરીબ હોવા કરતા પણ વધારે કષ્ટદાયક છે. આશાવાદી ગરીબ નિરાશાવાદી ધનિક કરતા વધારે સુખી હોય છે. ગરીબી બધી જાતની કલાઓના અવિશ્કારનું કારણ છે. જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતા વધારે ગરીબ કોઈ નથી. જે ગરીબો ઉપર દયા કરે છે તે પોતાના આ કૃત્યોથી ઈશ્વરને ઋણી બનાવે છે. જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી; પણ જેની ઇચ્છાઓ અતૃપ્ત હોય છે તે ગરીબ છે. ગરીબ થવું અને ગરીબ દેખાવું આ બંને ઉન્નતી ના કરવા માટેનો નિશ્ચિત માર્ગ છે. ઈશ્વર ગરીબને ગરીબ રાખી એ તપાસે છે કે તેમાં હિંમત છે કે નહિ.

ખુશી | Joy | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ખુશી - Joy સાચી ખુશી આપવામાં છે, લેવા તથા માંગવામાં નથી. ખુશીની આપણે જેટલી લહાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે. ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસથી આવતી નથી. મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઇ જાય છે. દુન્વાઈ ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. પ્રસન્નતા આત્માનું સ્વાસ્થ્ય છે અને ગમગીની આત્માનું ઝેર છે. પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે. પ્રસન્ન ચિત વાળાની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણી શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.

નમ્રતા | Humility | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

નમ્રતા - Humility નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે. નમ્રતાનો અર્થ છે અહંભાવનો આત્યંતિક ક્ષય. નમ્રતા જ્ઞાન નો માપદંડ છે. નમ્રતા ખરેખર પરાક્રમનું ભૂષણ છે. નમ્રતા અભિમાન ને ઓગાળી નાખે છે. નમ્રતાની અસર ધૂર શુધ્જી જાય છે અને તેમાં કઈ પણ ખર્ચ થતો નથી. નમ્રતા પત્થરને પણ મીણ બનાવી દે છે. ધર્મનું સૌથી મહત્વનું તત્વ નમ્રતા છે. મહાન વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે. અભિમાન કરતા નમ્રતા મોટી છે. માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા તપાસવી પડે છે. દાની, જ્ઞાની, ત્યાગી, અને વેરાગી એ સૌની પાછળ નમ્રતા રહેલી છે. કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.

સેવા | Service | | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સેવા - Service સેવા મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે અને તે જ તેના જીવનનો આધાર છે. સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે. સેવાથી શત્રુ પણ મિત્ર થઇ જાય છે. ભ્રાંતૃભાવથી કરેલી સેવા કરતા આત્મભાવથી કરેલી સેવા ઉત્તમ છે. સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે. સેવામાર્ગ ભક્તિમાંર્ગથી પણ ઊંચો છે. જે પ્રદર્શન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઊંચાઇ પર પહોંચી જાય છે. ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે. માણસ સ્વતંત્ર અને સ્વાશ્રયી બને, એ પણ એક ખરી અને સંગીન સેવા છે. જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.

સ્ત્રી | Woman | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સ્ત્રી - Woman જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવો પ્રસન્ન થાય છે. સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે. જયારે સ્ત્રીઓનું હૃદય  પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કોમળ કોઈ વસ્તુ હોતી નથી. સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી, પ્રોઔધાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે. સ્ત્રી સ્નેહ અને સરળતા એ એક જ  વસ્તુના વિવિધ નામો છે. સ્ત્રી મોટામાં મોટું દુઃખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે. સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક, તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી રાધિકા છે. સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે. સ્ત્રીની આંખોમાં કાનુન કરતા પણ વધારે શક્તિ હોય છે. તેના આંસુ કોઈ પણ તર્ક કરતા વધારે પ્રભાવશાળી હોય છે.

વિદ્યા | Erudition | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વિદ્યા - Erudition વિદ્યા પોતે જ એક શક્તિ છે. વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી. વિદ્યા એ તો પુરુષની અનુપમ કીર્તિ છે. વિદ્યા કામધેનું જેવી છે. વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર્ય અને સદાચાર છે. વિદ્યાદાન અન્નદાનથી ચડિયાતું છે. અન્નથી ક્ષણિક તૃપ્તિ થાય છે, જયારે વિદ્યાથી જિંદગીભરની તૃપ્તિ થઇ જાય છે. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઊતારવું એ જ સાચી વિદ્યા છે. જેમ તેજ-પ્રકાશ અંધકાર સમૂહને નષ્ટ કરે છે, તેવી જ રીતે વિદ્યા અવિદ્યાને નષ્ટ કરી નાખે છે. ખરો વિદ્યાભ્યાસ એ જ છે કે જેના વડે આપણે આત્માને, પોતાની જાતને, ઈશ્વરને અને સત્યને ઓળખીએ.

વિવેક | Thrift | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વિવેક - Thrift વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે. વિવેક બુદ્ધિની પૂર્ણતા છે,  જીવનના બધા જ કર્તવ્યોમાં તે આપણો પથદર્શક છે. વિવેકનું પ્રથમ કાર્ય મિથ્યાત્વને ઓળખવાનું અને બીજું કાર્ય સત્યને જાણવાનું છે. વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે. મનરૂપી હાથીને વિવેક વડે અંકુશમાં રાખી શકાય છે. આભથી ઉંચે ઉડવાના વિચાર વ્યર્થ છે, જ્યાં સુંધી આચાર સુધી પંખ ન પોહંચે… વિવેક-ભ્રષ્ટ મનુષ્યની દુર્ગતિ અવશ્ય થાય છે. પોતાના વિવેકને પોતાનો શિક્ષક બનાવી લો, કર્મને વચનને અનુરૂપ અને વચનને કર્મને અનુરૂપ કરી લો. માનવીમાં લક્ષ્મી અને વિવેક બંને ભાગ્યે જ સાથે જોવા મળે છે. હંમેશા પૂર્ણ વિવેકથી કામ લેવું, એ ભૌતિક બંધનોમાંથી છૂટવાનો રસ્તો છે. વિવેક વિનાની વિદ્યાનું પરિણામ કેવળ શ્રમ હોય છે.

વિશ્વાસ | Faith | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

વિશ્વાસ - Faith વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે. વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધા જ વરદાનોનો આધાર છે. વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે. વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે. પ્રબળ વિશ્વાસ એ જ મહાન કાર્યોનો જનક છે. વિશ્વાસથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને અવિશ્વાસ થી અવિશ્વાસ, આ એક પ્રાકુતિક નિયમ છે. વિશ્વાસ એવી શક્તિ છે જે માનવને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે. વિશ્વાસમાં વિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ- આ જ મહાનતાનું રહસ્ય છે. આપણી અંદર ઈશ્વરની ઉપસ્થિતિ એ જ વિશ્વાસ છે. વિશ્વાસમાં એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે કે જે પાણીને ઘીમાં અને રેતીને ખાંડમા ફેરવી શકે છે.

સંતોષ | Satisfaction | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સંતોષ - Satisfaction સંતોષ જ આનંદનું મૂળ છે. સંતોષ કોઈ પણ સામ્રાજ્ય કરતા મોટો છે. સંતોષ ઈશ્વરદત્ત છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્વારા જ તે પ્રાપ્ત થાય છે. સંતોષ કુદરતી દોલત છે, જયારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે. જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે. સંસારના સર્વ સુખ પ્રાપ્ત થયા હોય તો પણ લોભી માણસને સંતોષ થતો નથી. જે કાઈ સારું – નરસું, ઓછું – વધતું મળ્યા કરે એના વિશે સંતોષની લાગણી ધરાવવી; આમ કરવાથી સમતા કેળવવામાં મદદ મળશે. જો શ્રીમંતોમાં ન્યાય હોત અને ગરીબોમાં સંતોષ હોત તો જગતમાં ભીખ માગવાની પ્રથા બંધ થઈ ગઈ હોત. સંતોષી માનવી ધનવાન છે, પછી ભલે તે ભૂખ્યો કે વસ્ત્રહીન હોય.

ઈશ્વર | God | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ઈશ્વર - God ઈશ્વર એટલે એક એવું વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે. પણ જેનો પરિઘ ક્યાય હોતો નથી નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે, આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે ઈશ્વર નિરાકાર છે પણ તેના ગુણ-કર્મ-સ્વભાવ અનંત છે ઈશ્વર એક જ છે, ભક્તો જુદી જુદી રીતે તેને વર્ણવે છે ઈશ્વરની કૃપા વગર મનુષ્યમાત્ર પ્રયત્નથી કઈ પણ મેળવી શકતો નથી જ્યાં શુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરના દર્શન થઇ શકતા નથી જે પ્રભુની કૃપામાં સાચેસાચ વિશ્વાસ મુકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે પરમાત્મા હમેશા દયાળુ છે. જે શુદ્ધા અંતઃકારણ થી તેની મદદ માંગે છે તેને તે અવશ્ય આપે છે પરમાત્માની શક્તિ અમર્યાદ છે. માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે. પ્રભુને સમજવા હોય તો પોતાના બધા જ પૂર્વગ્રહો અને પસંદગીઓ બાજુમાં મૂકી દેવા જોઈએ

કલા | Art | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કલા - Art કલા તો સત્ય નો શૃંગાર છે. કલાનું અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય સોંદર્ય-દર્શન છે. જેમાં કઈ પણ છુપાવવાનું હોય તે કલા હોઈ ના શકે. કલા જીવનની દાસી છે, તેનું કાર્ય જીવનની સેવા કરવાનું છે. માત્ર આંખ અને કાન ને સંતોષે તે જ કલા નથી, જે આત્માને ઉન્નત કરે તે વાસ્તવિક કલા છે. સાચી કલા ઈશ્વરનું ભક્તિપૂર્ણ અનુસરણ છે. સાચી કલા તો આત્માનો અવિર્ભાવ છે. દરેક પ્રકારની કલા ફક્ત પ્રકૃતિનું અનુકરણ છે. કલા વિચારોને મૂર્તિમાં પરિવર્તિત કરી આપે છે. સૌન્દર્યનો પાઠ માત્ર કલા જ શીખવે છે. વિશુદ્ધ કલાના સર્જન માટે કલાકારનું અંત:કરણ નિર્દોષ હોવું જોઈએ. માનવ માત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે. ચિત્રકાર એટલે વેચાઈ શકે એવી વસ્તુઓ ચીતરનારો, જયારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઈ જાય. બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે. કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે, એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.

કવિ | કવિતા | Poet | Poem | | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

કવિ - કવિતા - Poet  Poem કવિ આત્માનો ચિત્રકાર છે. હૃદયથી તો બધા માનવી કવિ જ હોય છે. ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે તે કવિ. કાવ્ય વિચારનું સંગીત છે, જે આપણા સુધી સંગીતમય વાણી રૂપે આવે છે. કવિ એટલે મનનો માલિક, જેણે મનને જીત્યું નથી તે ઈશ્વરની સૃષ્ટીનું રહસ્ય સમજી શકતો નથી. કવિ જયારે કવિતા લખે છે, ત્યારે તે અલૌકિક માનવી બની જાય છે. કવિ વિપત્તિમાં જે કઈ શીખે છે, તેનો બોધ તેની કવિતામાં ઉતારી આવે છે. શબ્દ કવિને અમર બનાવે છે, જયારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે. કવિતા માનવતાની ઉચ્ચતમ અનુભૂતિની અભીભક્તિ છે. કવિતા એક એવી સુરંગ છે, જેના દ્વારા માવવી એક વિશ્વને છોડીને બીજા વિશ્વમાં પ્રવેશ કરે છે. ભાવના થી રંગાયેલી બુદ્ધી એજ કાવ્ય છે. કવિતા એક એવી કલા છે, જેમાં કલ્પના શક્તિ વિવેક ના સહકાર વડે સત્ય અને આનંદનું સંમિશ્રણ કરે છે. કવિતા ગહન હૃદયગમ્ય સત્યનો આલાપ છે. કવિતાના શબ્દસંગીત દ્વારા ભાવનાના સંગીત માં મનુષ્ય ડૂબકી મારી શકે છે. બાળપણમાં ગોદ આપનારને દગો ના આપશો. દુશ્મન ને હઝાર મોકા આપો કે એ દોસ્ત બની જાય પરંતુ, દોસ્ત ને ક્યારેય એવો મોકો ના આપો કે એ તમારો દુ...

ક્ષમા | Pardon | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ક્ષમા - Pardon ક્ષમા હૃદયનો ધર્મ છે. ક્ષમા વિરોનું આભુષણ છે. ક્ષમા જ યશ છે, ક્ષમાજ ધર્મ છે, ક્ષમાથી જ સંસારનું અસ્તિત્વ છે. ક્ષમા માં જ પાપને પુણ્ય બનાવવાની શક્તિ છે, કોઈપણ અન્ય વસ્તુ માં તે નથી. જો માણસ પાસે ક્ષમા હોય તો તેને કવચની શી જરૂર? ક્ષમા આપવી ઉતમ છે, પણ ભૂલી જવું એના કરતા પણ વધુ ઉતમ છે. જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડમ્બના જ છે. ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમાંર્થોનું આભુષણ છે. જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બલની વાતો સહન કરે છે, તેને સર્વ શ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે. સજ્જન પુરુષો ક્ષમા વડેજ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે. ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શુરવીર જ જાણે છે, ડરપોક કદી ક્ષમા ના આપી શકે, તે તેના સ્વભાવ માં જ નથી. ક્ષમાવાન પુરુષને આલોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આલોકમાં સમ્માન અને પરલોકમાં સદગતી પામે છે. બસ આજ છે દુનિયા નો રૂલ  કોઈ બીજુ મલી જાય એટલે તમારા દાંડિયા ડુલ. ઈચ્છાશક્તિ અને ત્યાગ વગર કશું જ મેળવી શકાતું નથી.  કોઈ સિદ્ધિ મેળવવા માટે કઈંક તો ત્યાગવું જ પડે છે. ઘણી વાતો જાણવા છતાં પણ ઢાંકી...

ચારિત્ર્ય | Complexion | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ચારિત્ર્ય - Complexion ચારિત્ર્ય એટલે સારી ઇચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ. સુંદર ચારિત્ર્ય સુંદર દેહ કરતા વધુ સારું છે, શિલ્પો અને ચિત્રો કરતા એ ઉચ્ચતર આનંદ આપે છે. ચારિત્ર્યનો પાયો સત્કારમાં છે, અને સત્કર્મોનો પાયો સત્ય છે. વ્યક્તિગત ચારિત્ર્ય સમાજની મોટી આશા છે. પ્રતીભાતો ચારિત્ર્યની દાસી માત્ર છે. પ્રવૃતિઓનું સર્વોત્તમ વિકાસ એકાંતમાં થાય છે, પણ ચારિત્ર્યનું સુંદર નિર્માણ ઝંઝાવાત માં પણ થઇ શકે છે. માનવીનું ચરિત્ર એ કંટાળી વાડ છે. રંગરોગાનથી તે મજબુત ના બને. સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યના બે ફેફસા છે. સુંદર ચારિત્ર્ય એ તમામ કલાઓ માં સૌથી સુંદર કલા છે. ચારિત્ર્ય મનુષ્યની સર્વ શ્રેષ્ઠ સંપતિ છે. ચારિત્ર્ય એક એવો હીરો છે, જે દરેક પ્રકારના પત્થરને ઘસી શકે છે. ચારિત્ર્ય પરિવર્તિત થતું નથી, વિચાર પરિવર્તિત થાય છે, પણ ચારિત્ર્યને વિકસિત કરી શકાય છે. ચારિત્ર્ય જીવનમાં શાસન કરનાર તત્વ છે, અને તે પ્રતિભાથી પણ ઉચ્ચ છે. પ્રતિભાને ચારિત્ર્ય ગણી લેવાની ભૂલ કદીએ ના કરવી ઘટે. શાયર અને અગરબત્તિ બંન્ને એક સરખા જ છે કારણ કે બંન્ને સળગે પછી જ લોકો વાહ... વાહ કરે ઘટમાં ...

જિંદગી | Life | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

જિંદગી - Life જીવન એટલે પ્રેમ અને શ્રમની સરીતાઓનું સંગમ. જીવન એક ફૂલ છે, પ્રેમ એની સૌરભ છે. જીવનને જો તમે ચાહતા હો તો સમય ગુમાવશો નહિ, કારણ કે જીવન સમયનું જ બનેલું છે. મુશ્કેલીનો સામનો કરવો તેનું નામ જિંદગી. આપણે એવીરીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વધુ નહિ તો આપણને અવ્વલ મંજિલ પર પહોચાડનાર પણ અપની ચિતા પર બે આંસુ સારે. તમારા જીવનમાં વર્ષો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારા વર્ષોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે, તેને મેળવતા આવડવું જોઈએ. જિંદગીએ ફૂલોની સેજ નથી પણ રણ-મેદાન છે. જિંદગી છે એટલે જ ખુશી છે, અને પરિશ્રમ છે તો જ જિંદગી છે. માનવી કેવી રીતે મૃત્યુ પામે છે એ વાત મહત્વની નથી પણ મહત્વની વાત એ છે કે તે કેવી રીતે જીવે છે. એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી. દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ , દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ... શાયર  બે કારણ થી લખે છે         કાં તો કોઈ ને 'જોઈ' ને         કાં તો કોઈ ને 'ખોઈ' ને

અસત્ય | Untrue | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

અસત્ય - Untrue અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શક્તી નથી. અસત્ય ઉચ્ચારનારને  કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી. અસત્ય વિજયી નીવડે તો પણ તે વિજય અલ્પજીવી હોય છે. જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે. જે માણસ જુઠું બોલતાં ડરે છે,  તે પછી બીજા કશાથી ડરતો નથી. લોકો સાપ થી ડરે છે તેવી જ રીતે જુઠું બોલનાર માણસથી પણ ડરે છે, સંસારમાં સત્ય જ સૌથી મોટો ધર્મ છે, તે જ બધી વસ્તુઓનો મૂળ છે. જુઠો માનસ જુઠને સત્ય જેવું દેખાડવાથી કારકિર્દીની શરૂઆત કરે છે, અને અંતે સત્યને જુઠ જેવું દેખાડવા ઉપર પહોચી જાય છે. જુઠ બોલવાનો લાભ હોય તો એટલોજ કે કોઈ આપણા ઉપર વિશ્વાસ ન મુકે અને જયારે આપણે સાચું કહેતા હોઈએ ત્યારે પણ આપણી વાતને કોઈ ન મને. જુઠ બોલવું એ તલવારના ઘાજેવું છે, ઘા તો રુઝાઈ જાય છે પરંતુ તેની નિશાની કાયમ માટે રહી જાય છે.

જ્ઞાન | Knowledge | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

જ્ઞાન - Knowledge વિસ્મૃત વસ્તુઓની સ્મૃતિ જ જ્ઞાન છે. જ્ઞાન માનવ જીવનનો સાર છે. જ્ઞાનનો સંદેશ આપવો એ જ દક્ષિણા છે. જ્ઞાનનો અગ્નિ સળગતા જ કર્મ ભસ્મ થઇ જાય છે. જે જ્ઞાન આચરણમાં ઊતર્યું નથી તે ભારરૂપ છે. જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચરિત્ર નિર્માણ હોવું જોઈએ. જ્ઞાન સંઘરશોતો ઘટશે, વેહેચશો તો વધશે. જનનીની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન અને આનંદ મળે છે, તે વેદોમાં ગોથા મારવા છતાં મળતું નથી. આપનું જ્ઞાન અસંખ્ય, અપરિમેય માનવ-ચિત્તના સંચિત વિચાર અને અનુભવનો સરવાળો છે. જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે. વિચાર અને વિકાર એક વ્રુક્ષ નાં જ બે ફળ છે, વિચાર ની દિશા બદલો, વિકાર ખુદ ભાગી જશે…!!! જે માણસને પોતાની જાતનું સંપૂર્ણ જ્ઞાન ના હોય તે બીજાને સાચી રીતે સમજી ના શકે. જ્ઞાની માનવીને જગત લોભાવી શકાતું નથી, માછલીઓની કુદકુદથી સાગર છલકતો નથી. ચોઘડિયા પણ ત્યારે શરમાય જાય છે જયારે, તારો બહાર નીકળવાનો સમય થાય છે. ઝીંદગી વિડીયો ગેમ જેવી છે, એક લેવલ માંડમાંડ પાર કરીએ ત્યાં આગળ નું લેવલ તેના કરતા અઘરું આવ...

દયા | Commiseration | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

દયા - Commiseration દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે. દયાથી ભરપુર દિલ એ સૌથી મોટી દોલત છે, કારણકે દુન્વયી દોલત તો નીચ માનવી પાસે પણ હોય છે. દયાશીલ અંત:કરણ પ્રત્યક્ષ સ્વર્ગ છે. ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે, જે બધા પર દયા ભાવ રાખે છે. દયા સુખોની લતા છે. દયા આપણને ઈશ્વર તુલ્ય બનાવે છે. દયા એવી સોનાની જંજીર છે જેના વડે સમાજ પરસ્પર બંધાયેલો છે. જે સાચો દયાળુ છે તે જ સાચો બુદ્ધિમાન છે. દયા મોટામાં મોટો ધર્મ છે. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે. દરેકને માટે દયાળુ અને કોમલ બનવું, પરંતુ પોતાના માટે કઠોર રહેવું. દયા, દયાને જન્મ આપે છે. દયા કરાવી એટલે ઉચે જવું, પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું. અહિયાં મોબાઈલ સરખી રીતે ચાર્જ નથી થતો, અને લોકો ને પેહલી નજર માં પ્રેમ થાય જાય છે... જિંદગી એટલે... ફાટેલા ખિસ્સે ઠસોઠસ ભરેલી  પ્રવાહી અપેક્ષાઓ...!! સફળતા એ લોંગ જમ્પ કે હાઇ જમ્પ નથી પણ તે એક મેરાથોન છે.

દાન | Charity | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

દાન - Charity દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ. દાન કરવાથી ગૌરવમાં વધારો થાય કે, ધનનો સંચય કરવાથી નહિ. સ્નેહપૂર્વક અપાયેલું નાનામાં નાનું દાન પણ મોટું છે. અલ્પમાંથી જે દાન આપવામાં આવે છે તે લાખો કરોડો ના દાન ની બરાબરી કરે છે. સૌથી ઉચું દાન અધ્યાત્મિક જ્ઞાન નું દાન છે. દાન દેવું એટલે ખરેખર કૈક પ્રાપ્ત કરવું. જળાશયમાંથી જળ વહેતું રહે, તો જ તેની શુદ્ધતા જળવાય છે, તેનું પેદા કરેલું દ્રવ્ય પરોપકારમાં ખર્ચવું તે જ તેનું રક્ષણ છે. દાતા તેના દાન થી નહિ પણ ભાવથી જ ઓળખાય છે. લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે, દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવન ભાર જળવાઈ રહે છે. દાનીનું ધન કદી ઘટતું નથી. ઓળખાણ, આવડત,  અકકલ ,અનુભવ અને  આત્મવિશ્ર્વાસ  બજારમાં વેચાતા નથી. જેનામાં આત્મવિશ્વાસ છે,  તેની હારમાં પણ જીત છે.... ફક્ત એક જ "ભવ"  ને કેટલા બધા "અનુભવ"..!

દુ:ખ | Cross | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

દુ:ખ - Cross દુ:ખ એ શક્તિ સંપાદન માટેની જ એક માનસ પ્રક્રિયા છે. એ અશક્તિ નથી કે અશક્તિ આણવા માટે પણ નથી. તમારી સાચી સમજણને એક અંધારાનું પદ વીંટળાઈ વળ્યું છે, એ અંધકારના પડને કુદરત તમને જે શક્તિની બક્ષીસ કરે છે તેનું નામ જ દુ:ખ. દુ:ખનું કારણ આપણી ચિતવૃત્તિઓનો પ્રભાવ જ છે. દુ:ખનું માપ વિપત્તિના સ્વરૂપથી નહિ પરંતુ તેને સહન કરનારના સ્વભાવ પર થી કાઢવું જોઈએ. દુ:ખ-સંકટની શાળામાં જ સાચી નીતિ-મત્તા જળવાઈ રહે છે. ચાલુ સમૃદ્ધિની સ્થિતિ તો સદગુણો માટે ફક્ત રેતી રૂપ જ નીવડે છે. દુ:ખ-સંકટ આપણી એવી શક્તિઓ ને બહાર લાવે છે જે સુખ સમૃદ્ધિના સમયે આપનામાં સુતેલી હોય છે. સુખ સમૃદ્ધી નું ત્રાજવું કદી સાચું નથી હોતું, પોતાની તથા મિત્રોને તોલવાનું સાચું ત્રાજવું દુ:ખ-સંકટ જ છે. સુખ અને દુ:ખ બંને અસ્થિર સ્વભાવના છે પણતેમાં દુ:ખનું આયુષ્ય સુખ કરતા ટૂંકું છે માટે દુ:ખ પડે ત્યારે ઘભરાઈ જવાની જરૂર નથી. માનવ જીવનના અડધા ધુ:ખ, પરસ્પર દયા,પરોપકાર અને સહાનુભૂતિથી નિવારી શકાય. હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ, તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી. દુ:ખીને મદદ ક...

પ્રેમ | Love | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પ્રેમ - Love પ્રેમ સ્વર્ગનો રસ્તો છે. પ્રેમ સંસારની જ્યોતિ છે. પ્રેમ આત્માનો સ્વમ્ભુ ફુવારો છે. પ્રેમ પૂનમની દિવ્ય ચાંદની જેવો છે, તેમ પ્રેમ બળબળતા ઉનાળાની મધ્યાહનના ધોમ તડકા જેવો પણ છે. પ્રેમ અતિશય મંદ સુવાસ પ્રસરાવતું એક સુંદરમાં સુંદર પુષ્પ છે. પ્રેમ કરવો એ કળા છે પરંતુ નિભાવવો એ સાધના છે. પ્રેમ આંખોથી નહિ પણ હૃદયથી જુવે છે તેથીજ પ્રેમના દેવ ને આંધળો કહે છે. પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે. બહેન અને ભાઈના પ્રેમ માં પવિત્રતા છે, પતિ અને પત્નીના પ્રેમ માં માદકતા છે, પવિત્રતા શાંતિ અર્પે છે અને માદકતા વ્યાકુળ બનાવે છે. માનવતાનું બીજું નામ પ્રેમ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે. સ્નેહ એક પ્રેરણા છે, પરંતુ શુદ્ધ સ્નેહ યોગ્ય રસ્તે કાર્ય કરી રહેલી પ્રેરણા છે. સ્નેહની સહેવા સત્તાથી મેળવી શકાતી નથી અને પૈસા થી ખરીદી શકાતી નથી. અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે... "જે ધાગા પરની ગાંઠ ખુલી શકે એવી હોય એના પર કાતર ક્યારેય નય ચલાવવી... સંતાન થી સેવા ચાહો,  સંતાન છો સેવા કરો.

દુર્જન | Villain | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

દુર્જન - Villain દુર્જન વિદ્વાન હોય તો પણ ત્યજવા યોગ્ય છે. દુર્જન પોતાના અશ્રયદાતાના પણ નાશ કરતા અચકાતો નથી. દુર્જન સંત હોવાનો ઢોંગ કરે ત્યારે વધુ દુષ્ટ થઇ જાય છે. સાપને દાંત માં, માખીને માથામાં અને વીંછીને પુછ્ડામાં ઝેર હોય છે. પરંતુ દુર્જન પુરુષને અંગે અંગમાં ઝેર હોય છે. દુર્જનોની બુદ્ધી દુષ્ટ કાર્યોમાં ઘણીજ કુશળ હોય છે. દુર્જન આદમી કડી વિવેકી ના હોઈ શકે. દુષ્ટો સાથે શત્રુતા જ સારી, મિત્રતા નહિ. દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે. દુર્જન પ્રત્યે નમ્રતા અને મહેરબાની રાખવાથી તેના અભિમાન ઉલટા વધી જાય છે. દુષ્ટ માનવીને જયારે સારા હોવાનો ઢોંગ અચરાવો પડે ત્યારે સમજવું કે આ જગતમાં ભલમનસાહીની જીત થઇ છે. જેમ લીમડાના મૂળમાં દૂધ અને ઘી સીન્ચવાથી તેમાં મીઠાશ આવતી નથી, તેમ બહુ પ્રકારે ઉપદેશ આપવા છતાં પણ દુર્જનમાં સાધુતા આવી શકતી નથી. નસીબમાં પડયું છે એક કાણું અને એ ઓછું હતું તોહ પાછા આજુબાજુ એવા લોકો એ છે જે વારંવાર આંગળી કરીને ચેક કરતાં રહે કે કાણું બુરાય તોહ નથી ગયું ને... નીચી દ્રષ્ટિ નવ કરે, મોટો જે કહેવાય, સિંહ લાંઘણો કરે, પણ ખડ નૅ એ ખાય. ફક્ત મનમાં લીલી કૂંપળ ...

ધન | Money | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધન - Money ધનની ત્રણ ગતિઓ છે: દાન, ભોગ અને નાશ. જે આપતો નથી કે ભોગવતો નથી તે ધન ની ત્રીજી ગતિ થાય છે. ધન સૌથી મોટી ઉપાધી છે, માનવી ધનવાન થાય છે કે તરત જ બદલાઈ જાય છે. ધન વડે ફક્ત બે જ વસ્તુ પ્રાપ્ત થાય છે: ભય અને દુ:ખ. ધનના લોભિયાને માટે કોઈ વડીલ નથી અને કોઈ સંબંધી નથી. પોતાની જરૂરિયાતો પૂરી પડે એ ઉપરાંતનું વધારાનું ધન કશા કામનું નથી, ઉલટું તે મદાન્ધતાને જન્મ આપે છે. લક્ષ્મી સાહસિક માનવીને વરે છે. ધન રાષ્ટ્રનું જીવન-રક્ત છે. બધી શુદ્ધીઓમાં ધનની પવિત્રતાજ શ્રેષ્ઠ કહેવાય છે, કેમકે જે ધનની બાબતમાં સુદ્ધાં છે તે જ વાસ્તવ માં શુદ્ધા છે. ધન મેળવવું મુશ્કેલ છે, તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે, તેને યોગ્ય રીતે વાપરવું એ સૌથી વધુ મુશ્કેલ છે. બસમાશની રીતે સંપતિ મેળવવી એ સહેલી વસ્તુ છે, પરંતુ સદગૃહસ્થની રીતે તેને ખર્ચી નાખવી એ વધુ અઘરું છે. સંપતિ એક એવા પ્રકારનો અગ્નિ છે જે વ્યય થતો હોય તોય બાળે અને સંઘરી રાખો તોય બાળે એટલે જ સંતોષને સંતોએ સાચી સંપતિ માની છે. ધનવાન કંજૂસ ગરીબ કરતા પણ વધુ ગરીબ છે. ઉદાર હૃદય વિના ધનવાન પણ એક ભિખારી જ છે. આળસુ અને અક્કલહીન પાસેથી લક્ષ્મ...

દોષ | Dosh | Defect | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

દોષ - Defect હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે, પરંતુ એક દોષને દુર કરવો મુશ્કેલ છે. સૌથી મોટો દોષ, કોઈ દોષનું ભાન ના હોવું તે છે. પોતાના દોષને પોતાની પહેલા મારવા દો. જે તમારા દોષોને દેખાડે તેને દાટેલું ધન દેખાડનાર સમજો. અન્યના દોષ જોવા કરતા સહેલી બીજી કોઈ વસ્તુ નથી. નિંદા કરવામાં કોઈ જાતની હોશિયારીની ત્યાગની કે બુદ્ધિની જરૂર પડતી નથી. ભયથી નિવારી શકાતા દોષોની સંખ્યા કરતા પ્રસંશા વડે પોષાતા ગુણોની સંખ્યા વધુ હોય છે. બહુજ તેજ દિમાગ જોઇએ ભૂલો ગોતવા માટે, પરંતુ એક સુન્દર દિલ હોવું જોઇયે ભૂલ કાબુલ કરવા માટે. આપણામાં જો દોષ ન હોત તો તેને અન્યમાં શોધવામાં આપણને આટલો બધો આનંદ ન આવત. જીવનમાં જો કોઈ ખરાબમાં ખરાબ દોષ હોય તો તે નિર્બળતા છે. બીજાના દોષો કે અપૂર્ણતાઓને આપણામાં રહેલા દોષો શોધી કાઢવા માટે અરીસા રૂપ બનાવવા તે પોતાની જાત નું જ્ઞાન મેળવવાનો સારામાં સારો ઉપાય છે. પોતે કરેલા કામમાં કોઈ દોષ શોધી ન શકે એવી અપેક્ષા રાખનાર વ્યક્તિ કોઈ કાર્યકરી ન શકે. દોષ કાઢવો સહેલો છે, તેને સુધારવો અઘરો છે. નવ્વાણું ટકા લોકો તેમેની ગમે તેટલી ભૂલો હોય તો પણ પોતાને દોષીગણવા તૈયાર હોતા નથ...

ધર્મ | Religion | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધર્મ - Religion સાચો ધર્મ હૃદય ની કવિતા છે, તેમાં જ તમામ સદગુણો વિકસી શકે છે. ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્ય જીવન નથી પરંતુ પશુ જીવન છે. ધર્મ માનવીના અંત:કરણના વિકાસનું ફળ છે. તેથી ધર્મના પ્રમાણનો આધાર પુસ્તક નહિ, અંત:કરણ છે. ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે. ધર્મજ્ઞાન ની પ્રાપ્તિ બહરની દુનિયાને જાણવાથી નથી થતી પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે. બે ધર્મો વચ્ચે ક્યારેય જગાડો નથી હોતો બધા ધર્મો ની અધર્મો સાથે જ જગાડો હોય છે. પ્રેમ ભરી ભાષા એ જ ધર્મ ની ખરી ભાષા છે. જે ધર્મ વિધવાના આંસુ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટલીનો ટુકડો ન મૂકી શકે એ ધર્મ માં શ્રદ્ધા ના રહે. આપને જાતે મારીને પણ ધર્મ નું રક્ષણ કરવાનું છે. જેનામાં મનુષ્યતા નથી તેનામાં જરાપણ ધાર્મિકતા નથી. જેનું મન ધર્મરત છે તેને દેવ પણ નમન કરે છે. જે ન્યાય ને અનુકુળ છે તે કડી ધર્મ ની વિરુદ્ધ ના હોઈ શકે. ધર્મ નું લક્ષ્ય છે અંતિમ સત્ય નો અનુભવ. યજ્ઞ, દાન અને તપ  એ ધર્મના ત્રણ સ્તંભો છે. કોને સ્મરીને હું તને ભુલું ? હવે આ દૂનિયામાં...

ધૈર્ય | Patience | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધૈર્ય - Patience જેની પાસે ધૈર્ય રૂપી ધન નથી તેના જેવો નિર્ધન બીજો કોઈ નથી. જે પુરુષ ખરો ધૈર્યશીલ છે તેને દુર્દેવ ગમે તેટલું ખૂંદે તો પણ તેનો સત્વ ગુણ મંદ પડતો નથી. જેઓ ધૈર્યશીલ છે તેઓ પોતાના ધારેલા કર્યો કરી શકે છે. વિશ્વના સર્વોત્તમ માનવીઓએ માનવજીવન ની શાંતિ માટે  ધીરજના પરિબળોને સ્વીકારી તેને સહાય અને ટેકો આપવા જોઈએ. ધૈર્ય માનવીની સાચી વીરતા છે. ધૈર્ય અને પુરુષાર્થ વડે આપણે જે પ્રાપ્ત કરી શકીએ છીએ  તે શક્તિ અને ઉતાવળ થી પ્રાપ્ત થઇ શકતું નથી. ધીરજ અને ખંત હોય તો બધીજ પ્રાર્થનાઓ સફળ નીવડે છે. જેની પાસે ધૈર્ય છે અને જે મહનત થી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. લોકો નિંદા કરે કે પ્રસંશા પરંતુ ધીર પુરુષ ન્યાયના માર્ગમાંથી ચલિત થતા નથી. માણસ માત્ર ધીરજ ધરેતો સર્વ સફળતા આવી મળે. ધીરજ પ્રતિભાનું એક આવશ્યક અંગ છે. ધીરજ કડવી વસ્તુ છે, પરંતુ તેના ફળ મીઠા છે. ધૈર્ય સંતોષની ચાવી છે. માણસ માત્ર ધીરજ ધરે તો સારાવાના આવી રહે. ધીરજ ધરી જાણવી તે સફળતા પ્રાપ્ત કરવાનું મોટામાં મોટું રહસ્ય છે. ના પલટાવો મારા જીવનનાં કોરા પાનાઓને, સારા અનુભવ થયા નથી ખરાબ અનુભ...

ધ્યેય | Goal | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

ધ્યેય - Goal ધ્યેય માટે જીવવું એ ધ્યેયને માટે મરવા કરતા વધુ મુશ્કેલ છે. મહાન ધ્યેય મહાન મસ્તિકની જનની છે. ધ્યેય જેટલું મહાન, તેટલોજ તેનો માર્ગ લાંબો અને વિકટ. આપણું ધ્યેય “સત્ય” હોવું જોઈએ “સુખ” નહિ. નિષ્ફળતા અપરાધ નથી, નિકૃષ્ટ ધ્યેયજ અપરાધ છે. મહાન ધ્યેય નું સર્જન મૌન માંથી થાય છે. કર્મશક્તિ અને ઈચ્છાશક્તિ પ્રાપ્ત કરો, કઠીન પરિશ્રમ કરો તો  તમે નિશ્ચિત રૂપે લક્ષ્ય ઉપર પહોચી જશો. તમારા લક્ષ્યને ભૂલી ના જાઓ, નહીતર તમને જે કઈ મળશે તેનાથી સંતોષ માનવા લાગશો. લક્ષ્યને જ પોતાનું જીવન કાર્ય સમજો, દરેક ક્ષણે એનુજ ચિંતન કરો, તેનાજ સ્વપ્ના જુવો અને તેના જ સહેરે જીવો. લક્ષ્યની સિદ્ધિ અન્યાય અને અનીતિથી નહિ પણ, સત્ય અને ધર્માંથી જ થઇ શકે છે. સફળતાનું રહસ્ય એ છે કે તમારા લક્ષ્યને હમેશા તમારી નજર સમક્ષ રાખજો. ધ્યેયહીન જીવન સુકાની વિનાની હોળી જેવું છે. પ્રત્યેક મનુષ્યને પોતાનું લક્ષ્ય અને તે સાધવાની શક્તિ ઈશ્વરે આપેલી છે. નીયમ છે દોસ્તો કુદરતનો  કે, જ્યારે તમે સુધરી જાઓ  ત્યારે જ તમારા જુના કાંડ બહાર આવે જરૂરી નથી બધે તલવારો લઇને ફરવુ,  ધારદાર ઇરાદાઓ...

નસીબ | Luck | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

નસીબ - Luck નસીબને ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે. નસીબ  સાહસી લોકોને સહાય કરે છે. નસીબ  પર નહિ, ચારિત્ર્ય પર આધાર રાખો. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે. આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્ય છે. નસીબ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે. ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી,  પણ હિંમત  રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે. ભાગ્યમાં લખેલું હોય તેને કોઈ મિટાવી શકતું નથી. માનવજીવન બુદ્ધીને બદલે ભાગ્યથી વધારે ચાલે છે. પરિસ્થિતિને બદલનાર પોતાના ભાગ્યને પણ બદલી શકે છે. પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્નેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે સદભાગ્ય  હંમેશા પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે. કોઇ પણ સંબંધ માં વિશ્વાસ ઉઠી જાય પછી... ‘તારા સમ...’ ‘મારા સમ...’ની શરુઆત થાય છે... પત્ની જયારે પોતાની માં બનવાની ખુશ ખબર આપે,  અને તે ખબર સાંભળીને આંખમાંથી ખુશીના આશુ ટપ- ટપ પડે ત્યારે, માણસ "પુરુષ માંથી બાપ બને છે. સિંહ જેવા જીગર નો અભાવ છે, નહીંતર નહોર(નખ) તો બધા પાસે હોય છે; શબરી જેવી શ્રધ્ધા ક્યા...

પાપ-પુણ્ય | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પાપ-પુણ્ય પાપ એક પ્રકારનો અંધકાર છે જે જ્ઞાનનો પ્રકાશ થતા દુર થઇ જાય છે. પાપ શું છે? “જે દિલમાં ખટકે તે.” અઢારે પુરાણોનો સર આ છે: પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુ:ખ દેવું તે પાપ છે. પાપનો પ્રારંભ ભલે પ્રાત:કાળની જેમ ચમકતો હોય પરંતુ તેનો અંત તો રાત્રીની જેમ અંધકારમય જ હોય છે. પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટ્યા વગર રહે નહિ. પાપ કરતી વખતે જેટલી મીઠાશ મળી હોય છે તેટલી જ કડવાશ તેના પરિણામરૂપે ગમે ત્યારે ભોગવવી જ પડે છે. આખી દુનિયામાં પાપ દુર થઈ શકે છે,જો તેમનો સાચા દિલથી પશ્ચાતાપ કરીએ તો. પાપની સ્વીકૃતિ મુક્તિના શ્રીગણેશ છે. પાપ પરિપક્વ નથી થતા ત્યાં સુધી મીઠા લાગે છે, પણ પાકવા માંડે છે, ત્યારે બહુ દુ:ખ દે છે. પાપ કદી પાપીને ઊંઘવા દેતું નથી. પ્રસંશકો બેશક તમને ઓળખતાં હસે પરંતુ, શુભચિંતકો ને તમારે જં ઓળખવા પડશે... સંબંધોનું બિયારણ વાવજો ખૂબ સાવચેતી થી જરા ગફલત થશે તો આખે આખો ફાલ બદલાશે.

પુષ્પ | Flower | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પુષ્પ - Flower સૌન્દર્યના નાશવંત સ્વરૂપનું પ્રતિક સમજવા માટે પરમાત્માએ ફૂલો સર્જ્યા છે. ફૂલો પૃથ્વી પર ફોરમ ફેલાવતા અને હૈયાને અજવાળતા તારાઓ છે. પુષ્પ હૃદયની મૌન વાણી છે. પુષ્પ સંસારની શોભા છે. ફૂલ પ્રકૃતિની ઉદારતાનું દાન છે. તેમને સૂંઘવાથી હૃદય પવિત્ર અને મસ્તિષ્ક પ્રફુલ્લ બને છે. પ્રેમની સાચી ભાષા પુષ્પો છે. જીવન એક પુષ્પ છે, પ્રેમ એની સૌરભ છે. પરમાત્માના પ્રભુત્વનું દર્શન અને તેની ભલાઈનું રહસ્ય સુંદર પુષ્પો દ્વારા પામી શકાય છે. પ્રકાશ જયારે કાળા વાદળોને ચુંબન કરે છે ત્યારે સ્વર્ગના ફૂલ બને છે. પુષ્પ દેવમુગટ છે.

પુસ્તક | Book | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પુસ્તક - Book સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી. જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે, તે પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે. પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે. પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી દીવાદાંડી સમાન છે. પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે. જુના કપડા પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ. વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે. પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે. જે પુસ્તક બંધ જ રહે છે તે કાગળના ઢગલા જેવું છે. સ્વાધ્યાય દ્વારા આત્મ વિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે. પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમની સેવા કરીને તાત્કાલિક વરદાન પ્રાપ્ત કરી શકાય છે. તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે. મુંઝવણ સાથે દોડવા કરતા,  આત્મવિશ્ર્વાસ સાથે ચાલવું વધારે સારુ. આખી જીંદગી ધાર કાઢ્યા કરો તલવારની, અને છેવટે સોયથી કામ પતે, એમ પણ બને..

પ્રશંસા | Compliment | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પ્રશંસા - Compliment પ્રશંસા સદગુણોનો પડછાયો છે. પ્રશંસા અજ્ઞાનની બાળકી છે. પ્રશંસા બીજાઓના સદગુણો પ્રત્યેનું આપનું ઋણ છે. પ્રશંસા માનવીના મનને એટલી પ્યારી લાગે છે કે તેના તમામ કાર્યોની મૂળ પ્રેરણા બની રહે છે. મિથ્યા પ્રશંસા ઘણી જ  કષ્ટપ્રદ છે. ખરેખરી લાયકાત વિનાની પ્રશંસા એ ઢાંકેલી મશ્કરી જ છે. ડાહ્યાં અને સારા માણસો આપણી પ્રશંસા કરે એ સદગુણી થવા માટેની મોટામાં મોટી પ્રેરણા છે. પ્રશંસાને પચાવવામાં વધારે કુશળતા દાખવવી પડે છે. ખુશામત કરવાનું ઘણા લોકો જાણે છે પણ પ્રશંસા કરવાનું બહુ થોડા જાણે છે. જેઓને પ્રશંસાનો વધુ લોભ હોય છે, તેઓ ખરી રીતે તે માટેની લાયકાત વિનાના હોય છે. અનુકૂળ સંજોગોમાં જીવતો  માણસ સુખી છે  પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે. સાવ સહેલું સુખ માં છલકવુ.. . ! ખુબ અઘરું દુખ માં મલકવુ.. . . ! આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું, ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.

પ્રાર્થના | Prayer | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

પ્રાર્થના - Prayer પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. પ્રાર્થના એક પ્રકારનું ભાવાત્મક ધ્યાન છે. પ્રાર્થના આત્માનો ખોરાક છે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઇ જનાર સંદેશવાહક. પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે. પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શક્તિઓને જગાડનાર દૈવી બળ છે. શબ્દો જેટલા ઓછા તેટલી પ્રાર્થના ઉત્તમ. જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી જરૂરી છે. આપણી અંદરની ગંદકીને આપણે બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી. સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, ધીરજ, શુધ્ધ મન, અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે. પ્રાર્થનાની અસર શી છે? આ પ્રશ્નનો જવાબ: જયારે મન અને વાણી એક થઈને કોઈ વસ્તુની માગણી કરે છે, ત્યારે તરત મળી જાય છે. દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી  પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે  તો, એં સફળતા થી કઈ કમ  પણ  નથી. ક્યારેક સ્મિત તો ક્યારેક આંસુની ઝૂલ, જિંદગી બનાવે કાયમ "એપ્રિલફૂલ"..!! જાદુગરી ફક્ત અને ફક્ત એની જાગીર હતી,...